1. Home
  2. Tag "team india"

BCCI : પુરૂષ ટીમના મુખ્ય કોચના પદ માટે અરજીઓ મંગાવાઈ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ પુરુષોની રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચના પદ માટે અરજીઓ આમંત્રિત કરી હતી, જેનો કાર્યકાળ આ વર્ષે 1 જુલાઈથી શરૂ થશે અને 31 ડિસેમ્બર 2027ના રોજ, સમાપ્ત થશે. વન ડે વર્લ્ડ કપનું આયોજન 2027માં જ થવાનું છે. ગયા વર્ષે નવેમ્બરમાં ફાઇનલમાં પહોંચ્યા બાદ ભારત ઘરની ધરતી પર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ […]

મહિલા T20 વર્લ્ડ કપ: ભારતીય ટીમની 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે અભિયાનની શરૂઆત થશે

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મહિલા T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર કર્યું. ભારત 4 ઓક્ટોબરે સિલ્હટમાં ન્યૂઝીલેન્ડ સામે મહિલા T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતની બહુપ્રતીક્ષિત મેચ 6 ઓક્ટોબરે સિલ્હટમાં પાકિસ્તાન સામે થશે. ત્યારબાદ ભારત 9 ઓક્ટોબરે ક્વોલિફાયર 1 સામે ટકરાશે અને 13 ઓક્ટોબરે તેની અંતિમ ગ્રુપ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ભારત ગ્રુપ […]

રિંકુ સિંહ અને કે.એલ.રાહુલની પસંદગી નહીં કરવા મામલે શું કહ્યું અજીત અગરકરે, જાણો…

નવી દિલ્હીઃ ટી20 વિશ્વ કપ માટે બીસીસીઆઈએ 30મી એપ્રિલના રોજ ટીમની જાહેરાત કરી હતી. ટીમમાં કે.એલ.રાહુલને સ્થાન આપવામાં આવ્યું નથી. જ્યારે રિંકુ સિંહને  રિઝર્વ રાખવામાં આવ્યો છે. દરમિયાન કેએલ રાહુલને ટીમમાં સ્થાન નહીં આપવા બાબતે મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે જણાવ્યું હતું કે, કેએલ રાહુલ સારો ખેલાડી છે પરંતુ મને લાગે છે કે, પંત અને સંજુ […]

T-20 વર્લ્ડ કપ: ભારતીય ટીમ 21 મેના રોજ અમેરિકા જવા રવાના થશે

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024નો લીગ સ્ટેજ પૂરો થયાના એક દિવસ બાદ T20 વર્લ્ડ કપ માટે 21 મેના રોજ યુએસ જવા રવાના થશે. જે ખેલાડીઓ IPL પ્લે-ઑફ માટે ક્વોલિફાય કરનારી ટીમોનો ભાગ નહીં હોય તેઓ પ્રથમ બેચ સાથે પ્રવાસ કરશે, જેમાં રાહુલ દ્રવિડના સપોર્ટ સ્ટાફના તમામ સભ્યોનો સમાવેશ થાય છે. બીજી […]

T20 વિશ્વકપઃ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરાઈ, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન

મુંબઈઃ આગામી ટી20 વર્લ્ડકપને લઈને ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની કેપ્ટનશીવમાં ટીમ ઈન્ડિયા રમતી જોવા મળશે. જ્યારે હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટનશીપ કરતા જોવા મળશે. ટીમમાં બે વિકેટકીપર તરીકે ઋષભ પંત અને સંજૂ સેમસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે કે.એસ.રાહુલને ટીમની બહાર કરવામાં આવ્યો છે. ટી20 વિશ્વકપની શરૂઆત જૂન મહિનામાં વેસ્ટઈન્ડિઝ-અમેરિકાના આયોજન હેઠળ […]

T20 વર્લ્ડકપને લઈને ટીમની પસંદગી મામલે અજીત અગરકર અને રોહિત શર્મા વચ્ચે બેઠક મળશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર અને સુકાની રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટેની સંભવિત 15-સભ્ય ટીમને લઈને દિલ્હીમાં અનૌપચારિક બેઠક યોજે તેવી શક્યતા છે. વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરવાની છેલ્લી તારીખ 1 મે છે. રિપોર્ટ જણાવ્યા અનુસાર, અગરકર શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ […]

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે ચાર કરોડની ઠગાઈ, આરોપીની ધરપકડ

આરોપી અને પંડ્યા બંધુઓએ ભાગીદારીમાં એક કંપની શરૂ કરી હતી નફાની રકમ પંડ્યા બંધુઓને આપવાને બદલે બારોબાર વહીવટ કર્યો હતો પોલીસે આરોપીને પકડીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યાં મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે રૂ. ચાર કરોડની છેતરપીંડની ઘટના સામે આવી છે. ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેના […]

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત ફરીથી બન્યું નંબર-1, રોહિત એન્ડ બ્રિગેડે ત્રણેય ફોર્મેટમાં પ્રાપ્ત કરી બાદશાહત

નવી દિલ્હી: ટીએમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં 4-1થી હરાવીને ફરી એકવાર નંબર-1નું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેની સાથે ભારત ફરી એકવાર ત્રણેય ફોર્મેટની આઈસીસી રેન્કિંગમાં બાદશાહત પ્રાપ્ત કરવામાં કામિયાબ રહ્યું છે. ભારતને ઓસ્ટ્રેલિયાથી નંબર-1 ટેસ્ટ ટીમનો તાજ છીનવ્યો છે. ધર્મશાલા ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ઈનિંગ અને 64 રનથી હરાવ્યા બાદ ભારતની આઈસીસી રેટિંગ 122 થઈ […]

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ ટોચના સ્થાન પર

નવી દિલ્હીઃ ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.  વેલિંગ્ટન ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની જીત બાદ ભારત પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. ભારત હાલમાં ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-1થી આગળ છે અને શ્રેણીની અંતિમ મેચમાં જીત બાદ પોઈન્ટ ટેબલમાં તેની સ્થિતિ વધુ મજબૂત થશે. ઉલ્લેખનીય છે કે […]

BCCIએ જાહેર કર્યું વાર્ષિક કોન્ટ્રાક્ટનું લિસ્ટ, ઐયર અને ઈશાન કિશનની બાદબાકી

મુંબઈઃ BCCIએ ખેલાડીઓના વાર્ષિક કરારની યાદી જાહેર કરી છે. શ્રેયસ અય્યર અને ઈશાન કિશનના નામ સીઝન 2023-24 માટે જાહેર કરવામાં આવેલી આ યાદીમાં સામેલ નથી. બંને ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લીધો ન હતો. જેના કારણે બોર્ડ નારાજ થયું હતું. તેની અસર કોન્ટ્રાક્ટ લિસ્ટમાં જોવા મળી હતી. બીસીસીઆઈના જણાવ્યા અનુસાર, ઐયર અને ઈશાનને વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code