1. Home
  2. Tag "temperature"

ગુજરાતમાં શિયાળાના આગમન ટાણે જ ઉષ્ણતામાનમાં થયો વધારો

રાજસ્થાનના રણ પ્રદેશ પરથી આવતા પવનને લીધે ગરમીમાં વધારો, હજુ 5 દિવસ બપોરના ટાણે ગરમીનો અનુભવ થશે, અમદાવાદમાં તાપમાન 36 ડિગ્રીએ પહોંચ્યુ અમદાવાદઃ શિયાળાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે હાલ બપોરના ટાણે લોકોને ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત શહેરોમાં હાલ ઉષ્ણતામાનનો પારો 36 ડિગ્રીને વટાવી ગયો છે. ત્યારે […]

વરસાદમાં ભીના થયા પછી શું કરવું અને શું ન કરવું, અહી જાણો….! નહીંતર પડી શકો છો બીમાર.

વરસાદ અને રોગો ભેગા થાય છે. આ ઋતુમાં શરદી, ખાંસી અને તાવ સામાન્ય થઈ જાય છે. બહાર જતી વખતે કે ઘરે પાછા ફરતી વખતે અચાનક વરસાદ પડે તો આપણે ભીના થઈ જઈએ છીએ. આ પછી, બીમારી સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં કેટલીક સાવચેતી રાખવી જોઈએ. જો તમે વરસાદમાં ભીંજાઈને બીમાર ન પડવા માંગતા હોવ […]

મક્કામાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું, ગરમીને કારણે 600થી વધારે હજયાત્રીઓના મોત

સાઉદી અરેબિયાના મક્કામાં હજ માટે આવતા યાત્રિકો પર ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે. 12 જૂનથી 19 જૂન સુધી ચાલનારી હજયાત્રા દરમિયાન પ્રચંડ ગરમીને લીધે અત્યાર સુધીમાં કુલ 577 હજયાત્રીઓના મોત થયા છે. ગરમીના કારણે બિમાર પડેલા લગભગ 2000 યાત્રીઓને સારવાર આપવામાં આવી રહી છે. ધ ગાર્ડિયન અખબારના અહેવાલ મુજબ, મૃતક હજ યાત્રીકોમાં 323 ઈજિપ્તના અને […]

અમદાવાદમાં તાપમાનને લીધે છેલ્લા 20 દિવસમાં ફીવર અને વાયરલ સહિત 4577 કેસ નોંધાયા,

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી અસ્હય તાપમાનને લીધે ફીવર સહિત વાયરલ બિમારીના કેસ વધતા જાય છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 20 દિવસમાં 4577 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. જેમાં છેલ્લા સપ્તાહમાં 1, 709 દર્દી નોંધાયા હતા. આ અગાઉ 1,550 કેસ નોંધાયા હતા. ગરમીના કારણે ઝાડા-ઊલટીને લગતા કેસો પણ વધ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં દર […]

અમદાવાદ સહિત શહેરોમાં આજે યલો એલર્ટ, કાલે સોમવારથી ગરમીમાં ક્રમશઃ રાહત મળશે,

અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ છેલ્લા બે દિવસથી ગરમીમાં સામાન્ય રાહત મળી છે. અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોના તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો થયો હતો. અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. દરમિયાન કાલે સોમવારથી તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થશે. અમદાવાદ શહેરમાં શનિવારે મોડીરાતથી જ તાપમાનનો ઘટાડો અનુભવાયો હતો. જ્યારે રવિવારે વહેલી સવારથી સૂરજ દેવતાનો પ્રકોપ ઓછો […]

દેશના 23 રાજ્યો પર ભીષણ ગરમીનો કહેર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં પણ કાળઝાળ ગરમી

પૃથ્વીના વધતા તાપમાનને કારણે છેલ્લા 10 વર્ષમાં દેશમાં હીટ વેવથી પ્રભાવિત રાજ્યોની સંખ્યામાં 35 ટકાનો વધારો થયો છે અને તેમની સંખ્યા 23 પર પહોંચી ગઈ છે, જ્યારે હિટ વેવના દિવસોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. રાષ્ટ્રીય સ્તરે સરેરાશ. ભારતીય હવામાન વિભાગ (IMD), નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC)ના […]

અમદાવાદમાં બે દિવસમાં અસહ્ય તાપમાનને કારણે હાઈ ફીવર સહિત 200 કેસ નોંધાયા

અમદાવાદઃ શહેરમાં કાળઝાળ ગરમીને લીધે લોકોમાં હીટસ્ટ્રોકથી લઈને બીમારીના કેસો પણ વધી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં 200થી વધુ ગરમી સંબંધિત બિમારીના કેસ નોંધાયા છે.  જેમાં 70થી વધુ લોકોએ હાઈફીવર હોવાથી 108 મારફત અલગ અલગ હોસ્પિટલમાં સારવાર મેળવવી પડી હતી. અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. જેમાં છેલ્લા બે દિવસથી […]

માનવ શરીર કેટલી ગરમી સહન કરી શકે છે? જાણો

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આપણને સવાર થાય કે માનવ શરીર કેટલી ગરમી શકે છે. માનવ શરીરની ગરમી કે ઠંડી સહન કરવાની એક મર્યાદા છે. આપણું શરીર અમુક હદ સુધી જ ગરમીનો સામનો કરી શકે છે. જો તાપમાન મહત્તમ કરતા વધી જાય તો સમસ્યાઓ થવાનું શરૂ થાય છે. […]

ગુજરાતમાં આજે સૂર્ય નારાયણ પ્રકોપ વરસાવશે, કાલથી વાતાવરણ પલટાતા લોકોને રાહત થશે

અમદાવાદઃ ગુજરાતમાં સૂર્ય નારાયણ કોપાયમાન થયા હોય તેમ આકાશમાંથી અંગારા વરસાવતી ગરમીથી લોકો આકૂળ-વ્યાકૂળ બની ગયા છે. ગુરૂવારે અમદાવાદ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીએ  પહોચ્યું હતું. જ્યારે ભૂજ અમરેલી, રાજકોટ અને ડીસામાં તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું. આજે શુક્રવારે પણ  ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. ત્યારબાદ શનિવારથી ત્રણ દિવસ બાદ રાજ્યના કેટલાક વિસ્તારમાં પ્રી-મોન્સૂન […]

ગુજરાતમાં આગામી 5 દિવસ તાપમાન સરેરાશ 42 ડિગ્રી રહેશેઃ હવામાન વિભાગ

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 5 દિવસ તાપમાનનો પારો  સરેરાશ 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. દેશના ઉત્તરી વિભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. પરંતુ ગુજરાત પર તેની અસરો જોવા મળશે નહીં. એટલે ગુજરાતમાં ગરમીનું મોજુ યથાવત રહેશે. તેમ રાજ્યના હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code