1. Home
  2. Tag "textbooks"

કર્ણાટકમાં શાળાના પાઠ્યપુસ્તકોમાંથી હેડગેવારજીના પ્રકરણો દૂર કરવાનો નિર્ણય

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ કોંગ્રેસે સત્તા સંભાળ્યા બાદ હવે ભાજપની પૂર્વ સરકારના કેટલાક કાયદા દૂર કરવાની કવાયત શરૂ કરી છે. કર્ણાટકમાં સરકાર બદલાયા બાદ પાછલી સરકારના કાયદાને ઉથલાવી દેવાનું કામ શરૂ થઈ ગયું છે. આ ક્રમમાં, કર્ણાટક કેબિનેટે અગાઉની ભાજપ સરકાર દ્વારા રજૂ કરાયેલા ધર્માંતરણ વિરોધી કાયદાને રદ કરવાનો નિર્ણય લીધો છે. […]

ગુજરાતની ઘણીબધી પ્રાથમિક શાળાઓ હજુ પણ પાઠ્ય પુસ્તકોથી વંચિત, શિક્ષક સંઘે કરી રજુઆત

ગાંધીનગરઃ રાજ્યમાં પાઠ્ય-પુસ્તક મંડળની નિષ્ક્રિયતાને કારણે ઘણી બધી શાળાઓના બાળકોને હજુ પણ પાઠ્ય-પુસ્તકો મળ્યા નથી. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયાને વીસેક દિવસ થઇ ગયા છે. તેમ છતાં ઘણીબધી પ્રાથમિક શાળાઓમાં હજુ પાઠ્ય પુસ્તકો મળ્યા નથી તેવા આક્ષેપ સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ વિભાગમાં રજુઆત કરી છે. ઉપરાંત વિદ્યાર્થીઓને સ્વાધ્યાય પોથીઓ આપવામાં આવશે કે […]

દાંતા તાલુકાની મોટાભાગની શાળાઓમાં બાળકો પાઠ્ય-પુસ્તકોથી વંચિત, ક્યાંથી ભણે ગુજરાત?

પાલનપુરઃ રાજ્યના મોટોભાગના જિલ્લાઓમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ  પાઠ્ય-પુસ્તકોની અછત સર્જાઈ છે. જેમાં બનાસકાંઠા જિલ્લો પણ બાકાત નથી. જિલ્લાના દાંતા તાલુકામાં શાળા પ્રવેશોત્સવની પૂર્ણાહુતિ થઈ છે. ઠેરઠેર પ્રાથમિક શાળાઓમાં ઉત્સવો ઉજવાયા પરંતુ મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં બાળકોને પાઠ્યપુસ્તકો જ મળ્યા નથી. જેને લઈ વિદ્યાર્થીઓના વાલીગણમાં ભારે અસંતોષની લાગણી જન્મી છે. સૂત્રોના જણાવ્યા મુજબ દાંતા તાલુકામાં […]

શિક્ષણમંત્રીના જિલ્લામાં વિદ્યાર્થીઓને પુસ્તકો વિના ભણવાની નોબત આવી, ક્યાથી ભણશે ગુજરાત?

ભાવનગરઃ  શહેરમાં ધો.1થી 12ની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂરું થઇને ગત તા.13 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે, પરંતુ શહેરની અને જિલ્લાની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાજ્ય પાઠયપુસ્તક મંડળના વાંકે પુસ્તકો વિના જ અભ્યાસ શરૂ કરવો પડ્યો છે. પુસ્તકો નહીં મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓને પુસ્તકો માટે દોડા દોડી કરવી પડી રહી છે. જેમ કે […]

સુરેન્દ્રનગર જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ પાઠ્યપુસ્તકોની અછતથી વિદ્યાર્થીઓ પરેશાન

સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં ધો,1થી 12માં 1.51 લાખ વિદ્યાર્થીઓએ ભણતર શરૂ કર્યું છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ પાઠ્યપુસ્તકોની અછત સર્જાતા વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં પરેશાની જોવા મળી રહીં છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી જ પાઠ્યપુસ્તકોની અછત સર્જાઈ છે. જેને લઇને હજુ સુધી વિદ્યાર્થીઓ પોતાના પૂરતા પાઠ્યપુસ્તકો […]

ભારતમાં ક્યુ.આર કોડ સાથેના ટેકનોલોજીયુક્ત પાઠ્યપુસ્તકો તૈયાર કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત

અમદાવાદઃ રાજ્યના ખેતમજૂર, ખેડૂત, શ્રમિક અને ગરીબ પરિવારમાંથી આવતાં બાળકોને શિક્ષણ કાર્યમાં આર્થિક બોજ ન પડે અને વિદ્યાર્થીઓ સરકારની યોજના હેઠળ પુસ્તકો મેળવી મફતમાં અભ્યાસ કરે તે હેતુથી વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવાની યોજના રાજ્યમાં કાર્યરત છે તેમ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. મંત્રીએ કહ્યું હતું કે, સમગ્ર ભારતમાં એકમાત્ર ગુજરાત રાજ્ય એવુ છે જેણે […]

આવી રીતે ભણશે ગુજરાત !, શાળાના આચાર્યે બે ટ્રેકટરભરીને પાઠયપુસ્તકો પસ્તીવાળાને વેચી દીધા

ભાવનગર :  જિલ્લાના પાલીતાણા ખાતે એક ભંગારી ને ત્યાંથી વર્ષ 2019-20 માં ધો.1 થી 8 માં અભ્યાસ માટે રાજ્યસરકારે  શાળાઓમાં મોકલેલા પાઠ્યપુસ્તકોનો મસમોટો જથ્થો એક ભંગારીના ડેલામાંથી મળી આવ્યો હતો. અંદાજીત ચાર ટન જેટલું વજન એટલે કે 2 ટ્રેકટર ભરાય એટલા પાઠ્યપુસ્તકોને પાલીતાણાની એક પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા કોઈપણ મંજૂરી વગર પોતાની રોકડી કરવાના ઈરાદાથી […]

7મી જુનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે પણ હજુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મળ્યા નથી

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા આગામી તા. 7મી જુનથી નવુ શૈક્ષણિક સત્ર ઓનલાઈન શરૂ થશે. ઓનલાઈન અભ્યાસ માટે પ્રાથમિક જરૂરીયાત પુસ્તકોની હોય છે. આવામાં 7 જુનથી શરુ થતા નવા શૈક્ષણિક સત્રમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલ બોર્ડની શાળાઓમાં હજુ સુધી ધોરણ 1 થી 8 ના એકપણ પુસ્તકો પહોંચાડી શકાયા નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્કુલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code