અમદાવાદમાં બોગસ બિલિંગની શંકાએ કાપડ અને ઓટો સ્પેરપાર્ટ્સના વેપારીઓના ત્યાં GSTના દરોડા
અમદાવાદઃ શહેરમાં બોગસ બિલિંગ દ્વારા જીએસટીની વ્યાપક ચોરી કરાતી હોવાની શંકાને આધારે જીએસટીના અધિકારીઓએ શહેરના ઘીકાટા, મીરઝાપુર અને રિલીફ રોડ પર આવેલી કાપડ, તેમજ ઓટો સ્પેરપાર્ટસ સહિતની 8 પેઢીઓ પર દરોડા પાડ્યા હતા. બોગસ બિલિંગ માટે બનાવવામાં આવેલી આ પેઢીઓની ઓફિસ તેમજ ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં બિલ બુક, સ્ટોક બુક તેમજ હિસાબી ચોપડા કબજે કરવામાં આવ્યા […]