1. Home
  2. Tag "textile market"

તહેવારો નજીક હોવા છતાં સુરતના કાપડ માર્કેટમાં ઘરાકી ન નિકળતા વેપારીઓની કફોડી સ્થિતિ

સુરત:  દિવાળીના તહેવારોને દોઢથી બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે. તેમજ પશ્વિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં ઊજવાતા દુર્ગાષ્ટમી સહિતના પર્વને પણ મહિનો બાકી રહ્યો છે. આમ તહેવારોને લીધે સુરતના જથ્થાબંધ કાપડ માર્કેટમાં સારીએવી ઘરાકી નિકળી હોય છે. જોકે આ વખતે જોઈએ તેવી ઘરાકી હજુ નિકળી નથી. એટલે વેપારીઓ ચિંતિત બન્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

સુરતના કાપડ માર્કેટમાં ઘરાકી માટે અચ્છેદિનના એંધાણ, તહેવારો પહેલા ઓર્ડર મળવા લાગ્યાં

સુરતઃ શહેરમાં કાપડ માર્કેટમાં છેલ્લા બે વર્ષથી મંદી ચાલી રહી છે. કોરોનાને લીધે છેલ્લાં બે વર્ષથી કાપડ માર્કેટમાં તહેવારોની સિઝન સદંતર નિષ્ફળ નીવડી હતી.ગત વર્ષે માર્ચ માસમાં કોરોનાની બીજી લહેરને લીધે તહેવારોની સિઝનને માઠી અસર પહોંચી હતી. આ વર્ષે મહામારી નિયંત્રણમાં આવી છે પરંતુ વૈશ્વિક સમીકરણો પ્રતિકૂળ હોવાથી ઉનાળાની સિઝન દરમિયાનની લગ્નસરાની ખરીદી અપેક્ષા પ્રમાણે […]

સુરતના સાડી ઉદ્યોગમાં પણ હિન્દી ફિલ્મ પુષ્પાની બોલબાલા

નવી દિલ્હીઃ તાજેતરમાં જ હિન્દી ભાષામાં રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા ધ રાઈઝનો જાદુ ફિલ્મ કલાકારોની સાથે રાજનેતાઓમાં જોવા મળી રહ્યો છે. દરમિયાન સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં પુષ્પા સાડીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પુષ્પાના કલાકારોના પોસ્ટર પ્રિન્ટની સાડીઓની માંગ વધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર કાપડ માર્કેટના યુવાન કાપડ વેપારી ચરણપાલ […]

કાપડ પર GST વધારીને 12 ટકા કરાતા તેના વિરોધમાં રાજ્યભરની કાપડ માર્કેટ ગુરૂવારે બંધ પાળશે

અમદાવાદઃ કેન્દ્ર સરકારે કાપડ પર પાંચ ટકા જીએસટી હતી એમાં વધારો કરીને 12 ટકા કરતા કાપડના વેપારીઓએ વિરોધ કર્યો હતો. આ અંગે કેન્દ્ર સરકારના નાણા મંત્રી. સ્થાનિક સાંસદો, વગેરેને રજુઆત કરવા છતાં જીએસટી ઘટાડવામાં નહીં આવતા કાપડના વેપારીઓ રોષે ભરાયા છે. ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના નેતૃત્વ હેઠળ આવતી કાલે ગુરૂવારે રાજ્યભરના ગારમેન્ટના હોલસેલ અને રીટેલ […]

સુરતના કાપડ બજારમાં તેજી, વેપારીઓએ પાર્સલો મોકલવા 20 ટ્રેનો બુક કરાવી દીધી

સુરતઃ કોરોનાના કપરા કાળ બાદ હવે ઉદ્યોગ-ધંધા ધમધમવા લાગતા જન જીવન પણ રાબેતા મુજબ બની ગયું છે.સુરતમાં હીરા ઉદ્યોગમાં આવેલી તેજીની જેમ કાપડ ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. પશ્વિમ બંગાળ,બિહાર સહિતના રાજ્યોમાંથી કાપડની માગ નિકળતા સુરતના પાવરલૂમ્સના સંચાલકો અને કાપડના વેપારીઓ ખૂશખૂશાલ જોવા મળી રહ્યા છે. દેશભરમાં ટ્રેન દ્વારા પાર્સલ મોકલવા સુરત શહેરના કાપડના […]

સુરતઃ કોરોના વેક્સિનના અભાવે ફરી એકવાર કાપડ માર્કેટ બંધ થવાનો વેપારીઓમાં ભય

અમદાવાદઃ કોરોનાને નાથવા માટે સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ સુરતમાં કોરોના વેક્સિનની અછત સર્જાઈ હોવાનું મનાઈ રહ્યું છે. કાપડ માર્કેટમાં 29 પૈકી 28 વેક્સિનેશન સેન્ટર બંધ થઈ ગયા છે. એક જ વેકસિન સેન્ટર ચાલતું હોય ઘણાબધા કારીગરોને રસી લીધા વિના જ પરત ફરવું પડે છે. ત્યારે વેક્સિનના અભાવે ફરી એકવાર […]

પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની અસર સુરતના કાપડ માર્કેટ પર પડી, જોબ ચાર્જમાં 10 ટકાનો વધારો

સુરત : મોંઘવારી કુદકે ને ભૂસકે વધતી જાય છે. એમાં પેટ્રોલ- ડિઝલના ભાવ સાતમાં આસમાને પહોંચતા તેના લીધે તમામ ચીજ-વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટેશન પર અસર પડી છે, જેથી અનેક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. ત્યારે સુરતના ટેક્સટાઈલ બિઝનેસ પર પણ તેની અસર પડી છે. કોલસાના ભાવમાં વધારો થતાં […]

કોરોનાનું ગ્રહણ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌સુરતના તમામ કાપડ માર્કેટ તા. 5મી મે સુધી રહેશે બંધ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં હોવાથી 29 શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કોરોનાની ચેઈન તોડવા માટે અનેક ગામ અને નાના શહેરોએ સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લીધો છે. દરમિયાન સુરતમાં તમામ કાપડ માર્કેટ આગામી 5મી મે સુધી સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય ફોસ્ટાએ કર્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત […]

સુરતમાં હીરા બજાર અને કાપડ માર્કેટ શનિ-રવિ બે દિવસ સ્વયંભૂ બંધ રહેશે

સુરતઃ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, છતાં સરકારે લોકડાઉન જાહેર નથી કર્યુ ત્યારે હવે વેપારી મંડળો સ્વૈચ્છાએ લોકડાઉન જાહેર કરી રહ્યા છે. શહેરમાં શનિવાર અને રવિવારના રોજ એમ બે દિવસ મહિધરપુરા, મીનીબજાર, ચોકસી બજાર, સહિત તમામ હીરાબજાર બંધ રાખી કામકાજથી અળગા રહી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો ડાયમંડ બ્રોકર એસોસિએશન દ્વારા સર્વાનુમત્તે નિર્ણય લેવામાં આવ્યો છે.ફોસ્ટાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code