ગુજરાતમાં કાલે ઉત્તરાણના દિને તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી વધુ અનુભવાશે

અમદાવાદ,13 જાન્યુઆરી 2026:  ગુજરાતભરમાં છેલ્લા બે-ચાર દિવસથી ઠંડીમાં વધારો થતાં જનજીવન પર અસર પડી છે. ટાઢાબોળ પવનોએ લોકોને ધ્રૂજાવી દીધા છે. આજે પણ નલિયામાં 6 ડિગ્રી, ભૂજમાં 9 અને કંડલામાં 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમરેલી અને રાજકોટમાં 10 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. દરમિયાન હવામાન વિભાગની આગાહી મુજબ  […]

ગુજરાતના આકાશમાં ગુંજશે પોષણનો સંદેશ, પતંગોત્સવના માધ્યમથી લવાશે જાગૃતિ

અમદાવાદ,13 જાન્યુઆરી 2026:  ગુજરાતમાં  મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગઈકાલે અને આજે 13 જાન્યુઆરી રોજ ‘પોષણ ઉડાન – 2026’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ અંતર્ગત પતંગોત્સવના માધ્યમથી પોષણ અંગે જનજાગૃતિ લાવવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. મનીષાબેન વકીલના માર્ગદર્શનમાં બે દિવસ દરમિયાન રાજ્ય, ઝોન, જિલ્લા, ઘટક […]

આપણે ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવું જોઈએ: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: “ડેવલપ ઇન્ડિયા યંગ લીડર્સ ડાયલોગ 2026” માં બોલતા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે “નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ” થી શરૂ થયેલી પ્રક્રિયા હવે “રિફોર્મ એક્સપ્રેસ” બની ગઈ છે, જેના કેન્દ્રમાં દેશની યુવા શક્તિ છે. પીએમ મોદીએ કહ્યું કે આપણે ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવું જોઈએ અને હંમેશા આપણા વારસા અને આપણા વિચારોને […]

ગુજરાતમાં કડકડતી ઠંડીએ લોકોને ધ્રૂજાવ્યાં, નલીયા 6 ડિગ્રી, આબુમાં બરફના થર જામ્યા

 અમદાવાદ, 12 જાન્યુઆરી 2026:  ગુજરાતભરમાં કડકડતી ઠંડીએ લોકોને ધ્રૂજાવી દીધા છે. ઉત્તર-પૂર્વ તરફથી ફુંકાતા ટાઢાબોળ પવનને લીધે તિવ્ર ઠંડી અનુભવાય રહી છે. ઠંડીને લીધે જનજીવન પ્રભાવિત બન્યું છે. કચ્છના નલિયા 6  ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નોંધાયું છે, જ્યારે અમરેલી, રાજકોટ અને ભુજ સહિતના 5 શહેરોમાં પારો સિંગલ ડિજિટમાં પહોંચતા ગાત્રો થીજવતી ઠંડીનો લોકોએ […]

અમદાવાદમાં રાત્રે અંબિકા એસ્ટેટમાં લાગેલી આગમાં બે શ્રમિકો ઊંઘમાં જ ભડથું થઈ ગયા

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026:   શહેરના નરોડા રોડ પર મેમ્કો બ્રિજ નીચે આવેલા અંબિકા એસ્ટેટમાં ઘરઘંટી બનાવતી એક કંપનીમાં ગઈ રાત્રે આગ લાગતા ફાયર ફાયટરો દોડી ગયા હતા. કંપનીમાં લાકડાના સામાનની સાથે પ્લાયવૂડ હોવાથી ગણતરીની મિનીટોમાં જ આગે વિકરાળરૂપ ધારણ કર્યુ હતું. અને આગ જોતજોતામાં બિલ્ડિંગના ત્રણ માળ સુધી પ્રસરી ગઇ હતી. આગ એટલી ઝડપથી ફેલાઇ […]

અમદાવાદઃ PM મોદી અને ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ માણ્યો

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026: ગુજરાતની શાન સમાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ આ વર્ષે ઐતિહાસિક ક્ષણોનો સાક્ષી બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગોત્સવનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. મિત્રતાના રંગે રંગાયો સાબરમતી રિવરફ્રન્ટ રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ બંને મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. […]

અમદાવાદ: નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરે ગાંધી આશ્રમની મુલાકાત લીધી

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026: ભારત અને જર્મની વચ્ચેના મજબૂત સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે જર્મન ચાન્સેલરે આજે (12 જાન્યુઆરી) ગુજરાતની મુલાકાતે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, જે બાદ બંને નેતાઓએ સાંસ્કૃતિક અને રાજદ્વારી કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. સાબરમતી આશ્રમમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ મુલાકાતના પ્રારંભે પીએમ મોદી અને ચાન્સેલર મેર્ઝ ઐતિહાસિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code