ગુજરાતમાં મે મહિના દરમિયાન પણ ગરમી સામાન્ય કરતા બે ડિગ્રી ઓછી રહેશે, માવઠાની શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં ફાગણ અને ચૈત્ર મહિનામાં સમયાંતરે વાતાવરણમાં આવેલા પલટાને કારણે ઉષ્ણતામાન સામાન્ય કરતા ઓછું નોંધાયું હતું, ત્યારે બાદ વૈશાખ મહિનામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લીધે ગરમી સાથે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. મેના પ્રારંભથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. હજુ બે-ચાર દિવસ માહોલ યથાવત રહેવાની શક્યતા છે. મે મહિના દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોનું […]