1. Home
  2. Tag "threat"

હવામાં બંદુક લહેરાવી ખેડૂતોને ધમકી આપવાના મામલામાં પૂજા ખેડકરની માતાની પોલીસે કરી ધરપકડ

ટ્રેઇની IAS પૂજા ખેડકર વિવાદમાં આવ્યા બાદ તેના પરિવાર સાથે જોડાયેલા એક પછી એક સભ્યોના વિવાદ પણ સામે આવતા જાય છે.. પૂજા ખેડકરના પિતા પણ અગાઉ વિવાદમાં આવી ચૂકયા છે ત્યારે હવે તેની માતા પણ વિવાદમાં આવી છે. ટ્રેની IAS પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરની ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં અટકાયત કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા […]

હ્રદયના દર્દી ભૂલથી પણ ના આરોગે આ 5 વસ્તુંઓ, નહીં તો એટેકનો ખતરો વધશે

આપણું સ્વાસ્થ્ય આપણા ખોરાક પર નિર્ભર કરે છે એટલે સારા સ્વાસ્થ્ય માટે 80 ટકા રોલ આપણી ડાઈટનો હોય છે. એટલે ખોરાકનું ખાસ ધ્યાન રાખવું આવશ્યક છે. ખાસ કરીને ડાયાબિટીસ, હાર્ટ ને બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે. દુનિયાભરમાં હાર્ટ એટેકના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. તેના પાછળ કારણ હોઈ શકે છે, પણ તેમાથી મોટાભાગના […]

ફેક કોલ-DOT/TRAIના નામે આવતા ધમકી આપતા કોઈ પણ કોલ રિસીવ ન કરવા મોબાઈલ ધારકોને તંત્રની અપીલ

નવી દિલ્હીઃ સંચાર મંત્રાલયના દૂરસંચાર વિભાગ (ડીઓટી)એ નાગરિકોને એક એડવાઈઝરી જારી કરી છે કે તેઓ નાગરિકોને મળતા નકલી કોલ ન લે, જેમાં કોલ કરનારાઓ તેમના મોબાઈલ નંબર કાપી નાખવાની ધમકી આપી રહ્યા છે, અથવા કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં તેમના મોબાઈલ નંબરનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ડીઓટીએ વિદેશી મૂળના મોબાઇલ નંબર્સ (જેમ કે +92-xxxxxxxxxxxx) પરથી વોટ્સએપ કોલ્સ વિશે પણ એડવાઇઝરી જારી […]

અમદાવાદની શાળાઓને ધમકી ભર્યા ઈમેલ પાકિસ્તાનથી કરાયાં હતા, પોલીસ તપાસમાં ઘટસ્ફોટ

અમદાવાદઃ અમદાવાદની 28થી વધુ શાળાઓને 6 મેના રોજ મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈ-મેલના કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો દાવો છે કે, આવા તમામ ઈમેલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યા હતા. અગાઉ એવી શંકા હતી કે, ઈ-મેલમાં રશિયન ડોમેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દિલ્હી બાદ અમદાવાદની શાળાઓને 6 મેના રોજ ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા બાદ […]

T20 વિશ્વકપને લઈને વેસ્ટ ઈન્ડિઝને આતંકવાદી હુમલાની પાકિસ્તાનથી મળી ધમકી

નવી દિલ્હીઃ વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાની ધરતી ઉપર ટી20 વર્લ્ડકપની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન ક્રિકેટ વેસ્ટઈન્ડિઝને જૂન મહિનામાં ટી20 વિશ્વકપ દરમિયાન આતંકવાદી હુમલાની ધમકી મળી છે. ઉત્તર પાકિસ્તાનમાં હાજર આઈએસની અફઘાનિસ્તાન-પાકિસ્તાન બ્રાંચ એટલે કે આઈએસ-ખોરાસાન તરફથી આ ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ તરફથી કેરિબયન દેશોને નિશાન બનાવવાની ધમકી […]

ચોરી ના થઈ જાય ફોનનો તમામ ડેટા, ખતરામાં કરોડો યુઝર્સ, સરકારે કહ્યું- તરત કરો આ કામ

ગુગલ ક્રોમનો ઉપયોગ કરતા કરોડો લોકો ખતરામાં છે. ભરત સરકારે તેને લઈ ચેતવણી કરી છે. કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમએ ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરના કેટલાક વર્ઝનમાં જોવા મળેલી સુરક્ષા ખામીઓને લઈને ચેતવણી આપી છે. હેકર્સ આ કમજોરીઓનો ફાયદો ઉઠાવી તમારી સિસ્ટમનો ડેટા નિકાળી શકે છે. આ ડેટામાં લોગીન ક્રેડેશિયલ અને ફાઈનેંશિયલ ડિટેલ્સનો સમાવેશ થાય છે. WINDOWS […]

દેશના ચાર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ બની સાબદી

નવી દિલ્હીઃ દેશના ચાર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું જાણવા મળે છે. એક ઈ-મેલ મારફતે કલકતા એરપોર્ટ સહિત દેશના ચાર એરપોર્ટ ઉપર બોમ્બ રાખવામાં આવ્યો હોવાની ધમકી આપવામાં આવી છે. નનકા ઈ-મેલ મારફતે ધમકી આપવા મામલે સુરક્ષા એજન્સીઓ સાબદા બન્યાં છે. આ ઉપરાંત એરપોર્ટ ઉપર બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં […]

ઉત્તરપ્રદેશના સીએમ યોગીની હત્યાની સોશિયલ મીડિયા મારફતે ધમકી, પોલીસે તપાસ શરૂ કરી

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોશિયલ મીડિયા પર ધમકી આપનાર યુવક શમીમ ઉર્ફે બબલુ વિરુદ્ધ પ્રયાગરાજ પોલીસે FIR નોંધી છે અને તેની ધરપકડ માટે દરોડા પાડી રહી છે. વાયરલ વીડિયોના આધારે સામાજિક કાર્યકર્તા સર્વેશ કુમારે પ્રયાગરાજના ગંગાનગરના નવાબગંજ પોલીસ સ્ટેશનમાં આરોપી શમીમ ઉર્ફે બબલુ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 506 અને […]

વાયનાડમાં મતદાન પહેલા માઓવાદીઓએ ચૂંટણીનો બહિષ્કાર કરવા લોકોને સૂચન કર્યું

બેંગ્લોરઃ લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન બાદ હવે 26મી એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે. કેરળના વાયનાડમાં હથિયારો સાથે ચાર શંકાસ્પદ માઓવાદીઓએ લોકોને ચૂંટણીનો બહિષ્કાર કરવા ધમકી આપ્વાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઘટના થલપ્પુઝા પોલીસ સ્ટેશનના અંતરિયાળ વિસ્તારમાં બની છે. સમગ્ર ઘટનાને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને શંકાસ્પદ માઓવાદીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ […]

બેંગલુરુની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવીની ધમકી મળી, પોલીસ તંત્ર દોડતું થયું

બેંગલુરુઃ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક-બે નહીં પરંતુ અનેક સ્કૂલોને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવને પગલે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભય ફેલાયો હતો. બેંગલુરુની લગભગ 44 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આમાંથી એક શાળા કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના નિવાસસ્થાનની સામે આવેલી છે. ડીકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code