1. Home
  2. Tag "threat"

મુંબઈ પોલીસને ફરી મળ્યો આતંકવાદ મામલે ધમકી ભર્યો ફોન, તંત્ર હરકતમાં આવ્યું

મુંબઈમાં 26-11ના હૃદયદ્રાવક હુમલાની 15મી વરસી પર ફરી એકવાર પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો ફોન આવ્યો હતો.. ફોન કરનારે જણાવ્યું કે, આતંકવાદીઓ મુંબઈમાં ઘૂસી ગયા છે અને હુમલો કરશે. મુંબઈના માનખુર્દ વિસ્તારમાં 3 આતંકવાદીઓ ઘૂસ્યા છે. પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ સઘન તપાસ શરૂ કરી હતી. તેમજ કોલરને ટ્રેસ કરવામાં આવી રહ્યો છે અને તેણે આપેલી […]

પાકિસ્તાનના પૂર્વ PM નવાઝ શરીફના જમાઈએ ભારત અને ઈઝરાયલને પરમાણુ હુમલાની આપી ધમકી

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. મોટાભાગના ઈસ્લામિક દેશો આતંકવાદી સંગઠન હમાસને સમર્થન આપી રહ્યાં છે. જ્યારે હમાસના હુમલાના વિરોધમાં ભારત અને અમેરિકા સહિતના દેશોએ ઈઝરાયલને સમર્થન આપ્યું છે. બીજી તરફ હમાસના ખાતમાની પ્રતિજ્ઞા સાથે ઈઝરાયલની સેના ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણા ઉપર સતત હવાઈ હુમલા કરવામાં આવી […]

અમદાવાદઃ ઓસ્ટ્રેલિયા-ભારત ટેસ્ટને લઈને ખાલિસ્તાનની ધમકી, સુરક્ષામાં વધારો કરાયો

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે, દરમિયાન ખાલિસ્તાની આતંકવાદીઓએ આ ટેસ્ટ ક્રિકેટ મેચને લઈને ધમકી આપવામાં આવી હતી. જેથી ગુજરાત પોલીસ તંત્ર એક્ટિવ બન્યું છે. તેમજ સ્ટેડિયમમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ATS, SOG અને ક્રાઈમ બ્રાંચ સહિતની સુરક્ષા એજન્સીઓએ સર્વેલન્સ વધારી દીધું […]

અણુબોમ્બની ધમકી આપનારી પાકિસ્તાનની મહિલા મંત્રીએ કર્યો લુલો બચાવ

નવી દિલ્હી: ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપ્યાના એક દિવસ પછી, પાકિસ્તાનના મંત્રી શાઝિયા મારીએ ​​ફરીથી તેના દેશના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેની વાંધાજનક ટિપ્પણીનો બચાવ કર્યો છે. આતંકવાદની સામેની લડાઈમાં ભારત કરતા પાકિસ્તાને વધુ બલિદાન આપ્યાનો બચાવ કર્યો હતો. શાઝિયા મારીએ એમ પણ કહ્યું કે “પાકિસ્તાન એક જવાબદાર પરમાણુ રાજ્ય છે.” […]

તાલિબાનો હવે પાકિસ્તાન માટે ખતરો બન્યાં, આતંકવાદી હુમલામાં 51 ટકાનો વધારો

નવી દિલ્હીઃ ગયા વર્ષે ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળી ત્યારથી પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓની સંખ્યામાં 51 ટકાનો વધારો થયાનો સ્થાનિક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. આમ આતંકવાદ અને તાલિબાનની પડખે ઉભું દેખાતું પાકિસ્તાન હવે પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે સંબંધમાં છેલ્લા કેટલાક સમયથી ખટાશ આવી છે, તાલિબાન હવે પાકિસ્તાન માટે […]

અમદાવાદમાં વેપારીને ધમકાવીને 4.50 લાખનો તોડ કરનારા બે પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

અમદાવાદઃ શહેરમાં વેપારીના ઘરે જઈને ધમકી આપીને તોડ કરનારા મણીનગર પોલીસ સ્ટેશનના બે પોલીસ કોન્સ્ટેબલ  સામે તપાસ હાથ ધરી બન્નેને સસ્પેન્ડ કરાયા છે.  દરમિયાનમાં આ મામલે પુરાવા કે ડિવીઝન એસીપીએ મેળવી લેતા આ કિસ્સામાં ગુનો નોધાયો હતો. બે પોલીસ કોન્સ્ટેબલ વિરુધ્ધમાં 448, 465, 201, 384, 323, 294 બી, 506 એ, 114 કલમો હેઠળ ગુનો નોધાયો […]

યુક્રેન સામે સૈન્ય કાર્યવાહી વિરોધમાં પશ્ચિમી દેશોના પ્રતિબંધને પગલે રશિયાએ આપી ધમકી

નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ શરૂ કરેલી સૈન્ય કાર્યવાહીનો આજે 17મો દિવસ છે. અમેરિકા સહિતના દેશોએ રશિયા ઉપર આકરા પ્રતિબંધ નાખ્યાં છે. પ્રતિબંધોની ચિંતા કર્યા વિના રશિયા સતત બોમ્બ મારો અને મિસાઈલ હુમલો કરી રહ્યું છે. પશ્ચિમી દેશોએ નાખવામાં આવેલા આકરા પ્રતિબંધથી રશિયા વધારે ઉશ્કેરાયું છે. તેમજ ઈન્ટરનેશન સ્પેસ સ્ટેશનને આકાશમાં જ ઉડાવી દેવાની ધમકી […]

મુસ્લિમમાંથી હિન્દુ બનેલા જિતેન્દ્ર ત્યાગીને પાકિસ્તાનમાંથી મળી ધમકી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ તાજેતરમાં ઈસ્લામ ધર્મનો ત્યાર કરીને સનાતન ધર્મ અપનાવ્યો હતો. તેમજ નામ બદલીને જિતેન્દ્ર ત્યાગી રાખ્યું હતું. દરમિયાન પાકિસ્તાનમાંથી એક શખ્સે સોશિયલ મીડિયા મારફતે જિતેન્દ્ર ત્યાગીને ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં પાકિસ્તાની શખ્સે હિન્દુ દેવી-દેવતાનું પણ અપમાન કર્યું હતું. સમગ્ર ઘટના અંગે […]

કાનપુરઃ IASએ ઈસ્લામ ધર્મ અંગિકાર કરવા મુદ્દે કેટલાક લોકોને આપી હતી ધમકી

લખનૌઃ કાનપુરના પૂર્વ મંડલાયુક્ત ઈફ્તિખારુદ્દીન સાથે જોડાયેલો સનસનીખેજ વિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેઓ કથિત રૂપે પોતાના સરકારી આવાસ કેટલાક લોકોને ધર્માંતરણના ફાયદાગણાવતા જોવા મળ્યાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર કેટલાક લોકો સામે આવ્યાં છે જેમની ઉપર દબાણ કરીને ધર્માંતરણ માટે ઉપસાવવામાં આવી રહ્યાં છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, ઉચ્ચ મુસ્લિમ અધિકારીએ તેમને ગંભીર […]

ભૂતે મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યોઃ ભૂત સામે નોંધાઈ ફરિયાદ

વડોદરાઃ  જાંબુઘોડા પોલિસ સ્ટેશનમાં  એક વ્યક્તિ ડરથી કાંપતો કાંપતો પહોંચ્યો હતોઅને એવી ફરિયાદ કરી હતી કે, ભૂતોની ટોળકી મને પરેશાન કરી રહી છે. અને મને મારી નાંખવાની ધમકી પણ આપે છે. હું ભાગીને પોલીસ સ્ટેશન સુધી પહોંચી શક્યો છું સાહેબ મને બચાવી લ્યો, મારી ફરિયાદ નોંધો, આખરે પોલીસ સ્ટેશનના અધિકારીને ભૂત સામે ફરિયાદ નોંધવાની ફરજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code