1. Home
  2. Tag "three months"

વોટ્સએપે ભારતમાં ત્રણ મહિનામાં 22 કરોડ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો

માત્ર ત્રણ મહિનામાં જ વોટ્સએપે ભારતમાં 22 કરોડથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. વ્હોટ્સએપે આ કાર્યવાહી પોલિસીના ઉલ્લંઘનને લઈને કરી છે. આ આંકડો ગયા વર્ષની સરખામણીએ સમાન સમયગાળા દરમિયાન બમણો છે. આ આંકડાઓ સાયબર કૌભાંડના વધતા જતા કિસ્સાઓ તરફ પણ ઈશારો કરે છે. WhatsAppના માસિક અહેવાલ મુજબ, આ ભારતીય WhatsApp એકાઉન્ટ્સ સામેની કાર્યવાહી […]

ત્રણ મહિનામાં ઈન્ટરનેટ સબસ્ક્રાઈબર્સમાં 1.96 ટકાનો વધારો થયોઃ ટ્રાઈ રિપોર્ટ

નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ 31 ડિસેમ્બર, 2023 ના રોજ પૂરા થતા ક્વાર્ટર માટે “ભારતીય ટેલિકોમ સર્વિસિસ પર્ફોર્મન્સ ઈન્ડિકેટર રિપોર્ટ” બહાર પાડ્યો. રિપોર્ટમાં ઈન્ટરનેટ સબ્સ્ક્રાઈબર્સની કુલ સંખ્યામાં વધારો દર્શાવવામાં આવ્યો છે, જે સપ્ટેમ્બર 2023 માં 918.19 મિલિયન હતો. ડિસેમ્બર 2023 માં 936.16 મિલિયન થઈ, જે 1.96% ની ત્રિમાસિક વૃદ્ધિ દર્શાવે છે. […]

ગુજરાતમાં ઈન્કમટેક્સ વસુલાતમાં 14 ટકાની વૃદ્ધિ, ત્રણ મહિનામાં 18600 કરોડની આવક

અમદાવાદઃ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન કહેવાય છે. રાજ્યમાં નાના-મોટા અનેક ઉદ્યોગો આવેલા છે. એટલે વેપાર-વણજથી ગુજરાત ધમધમી રહ્યું છે. કોરોનાના કાળ બાદ હવે વેપાર-ધંધા પૂર્વવત બની ગયા છે. એટલે જીએસટીની જેમ હવે ઈન્કમટેક્સની આવકમાં પણ ગુજરાત અગ્રીમ હરોળમાં છે. છેલ્લા ત્રણ મહિનામાં ઈન્કમટેક્સની આવકમાં 14 ટકા વૃદ્ધિ થઈ છે. એટલે કે એપ્રિલથી જુનના ત્રિમાસિક ગાળામાં […]

ભારતઃ ત્રણ શ્રેણીની સિરીંજના જથ્થાત્મક નિકાસ ઉપર ત્રણ મહિનાનો પ્રતિબંધ

દિલ્હીઃ દેશમાં કોવિડ-19 રસીકરણ અભિયાન તેજ બનાવાયું છે. બીજી તરફ સિરીંજની સ્થાનિક ઉપલબ્ધતા વધારવા માટે નિકાસ પર જથ્થાત્મક પ્રતિબંધો લગાવાયા છે. અલગ-અલગ ત્રણ પ્રકારની સિરીંજની નિકાસ ઉપર માત્રાત્મક પ્રતિબંધો લગાવવામાં આવ્યાં છે. ઘરેલું રસી ઉત્પાદકો અને સિરીંજ ઉત્પાદકોએ ભારતમાં વિશ્વના સૌથી મોટા કોવિડ રસીકરણ કાર્યક્રમના અસરકારક અમલીકરણમાં મહત્વની અને અહમ ભૂમિકા ભજવી છે. ભારતમાં અત્યાર […]

ગુજરાતમાં માત્ર ત્રણ મહિનામાં ઈન્કમટેક્સની આવક 12 હજાર કરોડે પહોંચી, 126 ટકાનો વધારો

અમદાવાદઃ દેશમાં આવક વેરાની રકમ સરકારને રળી આપવામાં ગુજરાત મોખરે છે. કોરોના કાળમાં ભલે દેશના અર્થતંત્રને અસર પહોંચી હોય પરંતુ ગુજરાતના વેપારીઓની આવકમાં ઘટાડો નથી થયો તે વાતની પુષ્ટિ અત્યાર સુધી ગુજરાતમાં ભરાયેલા ઇન્કમટેક્સ રિટર્ન પરથી થાય છે. એપ્રિલથી અત્યાર સુધીમાં રૂ. 12 હજાર કરોડની ટેકસની આવક ઇન્કમટેક્સ વિભાગને થઇ છે. પ્રિન્સિપલ કમિશનર ઓફ ગુજરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code