1. Home
  2. Tag "Thursday"

અમિત શાહ આજે PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના 119મા વાર્ષિક સત્રને સંબોધશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુરુવાર, 10 ઓક્ટોબર 2024ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના 119મા વાર્ષિક સત્રને મુખ્ય અતિથિ તરીકે સંબોધિત કરશે. વાર્ષિક સત્રની થીમ ‘’વિકસિત ભારત @ 2047: પ્રગતિના શિખર તરફ કૂચ’ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મહારાષ્ટ્રની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 સપ્ટેમ્બરનાં રોજ મહારાષ્ટ્રનાં પુણેની મુલાકાત લેશે. સાંજે 6 વાગ્યાની આસપાસ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ મેટ્રો સ્ટેશનથી, તેઓ ડિસ્ટ્રિક્ટ કોર્ટથી સ્વરગેટ, પુણે સુધી દોડનારી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે. ત્યારબાદ સાંજે 6:30 વાગ્યે તેઓ રૂ. 22,600 કરોડથી વધારે મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન, શિલાન્યાસ અને દેશને સમર્પિત કરશે. સ્વરગેટથી લઈને સ્વરગેટ સુધીના ડિસ્ટ્રિક્ટ કોર્ટના […]

સૌર ઉર્જા ઉત્પાદનમાં ભારતનો વિકાસ સ્પષ્ટ વિઝનનું પરિણામ છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ ગુરુવારથી બે દિવસીય ઈન્ટરનેશનલ સોલર ફેસ્ટિવલ 2024નું આયોજન કરાયું છે. આ ઈવેન્ટ ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA) દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભાગીદારીને પ્રોત્સાહન આપીને, ભંડોળની સુવિધા આપીને અને અત્યાધુનિક ટેકનોલોજીનો અમલ કરીને વૈશ્વિક સૌર ઉર્જા ઉત્પાદનને વેગ આપવાનો છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીની અધ્યક્ષતામાં […]

પૂજા સમયે કરો આ સરળ ઉપાય, ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે

જ્યોતિષમાં ગુરુને સંપત્તિનો કારક માનવામાં આવે છે. કુંડળીમાં શુભ ગ્રહોની મજબૂતી અથવા પૈસા સંબંધિત ઘરોમાં તેમની હાજરીને કારણે, વ્યક્તિને કારકિર્દી અને વ્યવસાયમાં તેની ઇચ્છા મુજબ સફળતા મળે છે. તે જ સમયે, જો ગુરુ અને શુક્ર સહિતના શુભ ગ્રહો નબળા હોય તો, વ્યક્તિને કારકિર્દી અને વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણા પ્રસંગોએ વ્યક્તિને આર્થિક સંકટમાંથી […]

T20 વિશ્વકપ જીતનારી ભારતીય ટીમ બાર્બાડોસથી ભારત આવવા રવાના, ગુરુવારે સવારે દિલ્હી પહોંચશે

નવી દિલ્હીઃ આઈસીસી ટી20 વિશ્વકપની ફાઈનલમાં ભવ્ય જીત બાદ ટીમ ઈન્ડિયા અને ભારતમાં હજુ ઉજવણીનો જ માહોલ છે. ફાઈનલ બાદ ભારતીય ટીમ ઝડપથી બાર્બાડોસથી પરત ફરે તેવી ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. વાવાઝોડાને પગલે ભારતીય ટીમ બાર્બાડોસમાં ફસાઈ હતી. જો કે, વાવાઝોડુ સમી જતા ભારતીય ટીમ બાર્બાડોસથી વતન જવા રવાના થઈ ગઈ છે. […]

હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ઈરાનના રાષ્ટ્રપતિના અંતિમવિધી ગુરુવારે મશહાદમાં કરાશે

નવી દિલ્હીઃ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ઈરાનના રાષ્ટ્રપતિના અંતિમ સંસ્કાર ગુરુવારે પવિત્ર શહેર મશહાદમાં કરવામાં આવશે. દેશમાં શહીદો સાથે સંબંધિત સમારંભો અને સેવાઓ માટે જવાબદાર સંગઠને મશહદમાં તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સંસ્થાએ માહિતી આપી છે કે, પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં સવારે 9:30 વાગ્યે તાબ્રિઝ શહેરના શોહદા સ્ક્વેરથી મોસાલ્લા સુધી વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે શ્રીનગરની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7મી માર્ચના રોજ શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. બપોરે લગભગ 12 વાગે પ્રધાનમંત્રી શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ પહોંચશે, જ્યાં તેઓ ‘વિકસિત ભારત વિકસિત જમ્મુ કાશ્મીર’ કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી J&Kમાં કૃષિ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે લગભગ રૂ. 5000 કરોડના મૂલ્યનો કાર્યક્રમ – ‘સંકલિત કૃષિ વિકાસ કાર્યક્રમ’ રાષ્ટ્રને સમર્પિત કરશે. […]

તેલંગાણા વિધાનસભા ચૂંટણીઃ 119 બેઠકો ઉપર 3.26 કરોડ મતદારો ગુરુવારે મતદાન કરશે

બેંગ્લોરઃ દક્ષિણ ભારતના તેલંગાણામાં વિધાનસભાની 119 બેઠકો માટે આવતીકાલે ચુસ્ત પોલીસ બંદોસ્ત વચ્ચે મતદાન યોજાશે. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભાની ચૂંટણી સંપન્ન થાય તે માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. તેમજ 2.5 લાખ જેટલા કર્મચારીઓ ચૂંટણી પ્રકિયામાં જોડાશે. આવતીકાલે 3.26 કરોડ મતદારો વિવિધ રાજકીય પક્ષો 2290 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ કરશે. તેલંગાણાની 119 વિધાનસભા […]

ઓઈલ કંપનીઓ દ્વારા કમિશનમાં વધારો ન કરાતા ગુજરાતના CNG પંપ કાલે ગુરૂવારે ત્રણ કલાક બંધ

અમદાવાદ: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવ વધારા બાદ વાહનચાલકો સીએનજી તરફ વળ્યા હતા. હાળ ઘણાબાધા વાહનો સીએનજીથી ચાલી રહ્યા છે. ત્યારે સીએનજીના પંપ સંચાલકો કમિશન વધારવાની માગણી કરી રહ્યા છે.પરંતુ ઓઈલ કંપનીઓ કોઈ દાદ આપતી ન હોવાથી ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓઇલ કંપની અને ડીલર્સ વચ્ચે માર્જિનની માથાકૂટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code