રાજકોટના ઝૂમાં વાઘ-દીપડા અને સિંહ માટે પોન્ડ બનાવાયાં, અન્ય પ્રાણીઓ માટે ફુવારા મુકાયાં
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગરમી વધતી જાય છે. અને એપ્રિલના અંત સુધીમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. ત્યારે રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી બચાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સિંહ, વાઘ, દીપડા માટે પાંજરામાં વિશાળ પોન્ડ (તળાવ) બનાવવામાં આવ્યું છે. જ્યારે ભારે ગરમી હોય ત્યારે રીંછને ખાસ પ્રકારની ફ્રુટ […]