પાટણ જિલ્લામાં 145 તળાવો ઊંડા કરવાની કામગીરી શરૂ, 68 જેટલા ચેકડેમ રિપેર કરાશે
પાટણઃ ઐતિહાસિક ધરોહર ધરાવતો પાટણ જિલ્લો આમ તો સુકો વિસ્તાર ગણાય છે. ઉનાળામાં પીવાના પાણીની અને સિંચાઈના પાણીની કેટલાક ગામોમાં સમસ્યા સર્જાતી હોય છે. પાણીના તળ પણ ઊંડા ઉતરી રહ્યા છે. ત્યારે જિલ્લાના 145 તળાવો ઊંડા ઉતારીને તેમજ 68 જેટલા ચેકડેમો મરામત કરીને ચોમાસામાં પાણીનો સારો એવો સંગ્રહ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલ […]