શિક્ષણ મંત્રાલયે તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાઓ (ToFEI) પર રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું
તમાકુનો ઉપયોગ એ ભારતમાં અટકાવી શકાય તેવા મૃત્યુ અને રોગોના મુખ્ય કારણોમાંનું એક છે અને દેશમાં દર વર્ષે આશરે 1.35 મિલિયન મૃત્યુ માટે જવાબદાર છે. ભારત તમાકુનો બીજો સૌથી મોટો ઉપભોક્તા અને ઉત્પાદક દેશ પણ છે. ગ્લોબલ યુથ ટોબેકો સર્વે (જીવાયટીએસ) 2019 અનુસાર, 13 થી 15 વર્ષની વયજૂથના 8.5 ટકા શાળાના વિદ્યાર્થીઓ દેશભરમાં વિવિધ સ્વરૂપોમાં […]