1. Home
  2. Tag "Today"

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે અંતિમ T20 ક્રિકેટ મેચ જોહાનિસબર્ગમાં રમાશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર ટી-20 મેચની શ્રેણીની અંતિમ મેચ આજે – શ્રેણીમાં ભારત 2-1 થી આગળ- સીરીઝ પર જીત મેળવવાના લક્ષ્ય સાથે ટીમ ઈન્ડિયા મેદાને ઉતરશે. તો દક્ષિણ આફ્રિકા આજની મેચ જીતી શ્રેણીને ડ્રો કરવાનો પ્રયત્નકરશે . ક્રિકેટમાં, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં ચોથી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચ […]

ચક્રવાત ‘દાના’ આજે મોડી રાત્રે અથવા આવતીકાલે વહેલી સવારે ઓડિશાના દરિયાકાંઠાને સ્પર્શે તેવી શક્યતા

નવી દિલ્હીઃ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર સર્જાયેલું ગંભીર ચક્રવાત ‘દાના’ આજે મોડી રાત્રે અથવા આવતીકાલે વહેલી સવારે ભીતરકણિકા અને ધામરા વચ્ચે ઓડિશાના દરિયાકાંઠાના સ્પર્શે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે રાજ્યમાં તેની વ્યાપક અસર સાથે 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરી છે. ગંભીર ચક્રવાત પારાદીપથી 420 કિલોમીટર, ઓડિશાના કાંઠા ધામરાથી […]

બોલીવુડ એક્ટર સંજય કપૂરનો આજે 59 મો જન્મદિવસ

1990 ના દાયકાના એ સમયના સુપર સ્ટાર સંજય કપૂરનો આજે 59 મો જન્મદિવસ છે. 17 ઓક્ટોબર, 1963ના રોજ મુંબઈમાં જન્મેલા સંજય કપૂરે બોલિવૂડમાં હીરો બનવાનું સપનું જોયું હતું. આ પછી સંજય કપૂરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. તેણે 1995માં ફિલ્મ ‘પ્રેમ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ‘દત્તા’, ‘રાજા’, ‘બેકાબૂ’, ‘ઔઝાર’, ‘ઝમીર’, ‘મેરે […]

SAFF મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ-2024માં ભારત આજે પાકિસ્તાન સામે ટકરાશે

નવી દિલ્હીઃ SAFF મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ-2024માં ભારત આજે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ નેપાળના કાઠમંડુમાં ભારતીય સમય મુજબ સાંજે સવા પાંચ વાગ્યે શરૂ થશે. ભારત વર્તમાન ચેમ્પિયન બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે ગ્રુપ Aમાં છે જ્યારે ગ્રુપ Bમાં યજમાન નેપાળ, ભૂતાન, માલદીવ્સ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. તમામ મેચ કાઠમંડુના દશરથ રંગશાલા સ્ટેડિયમમાં […]

ડૉ. એસ. જયશંકર આજે ઈસ્લામાબાદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભાગ લેશે

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે ઈસ્લામાબાદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન-SCOની સરકારના વડાઓની 23મી બેઠકમાં ભાગ લેશે. તેઓ ગઈકાલે પાડોશી દેશની બે દિવસીય મુલાકાતે પાકિસ્તાન પહોંચ્યા હતા. પાકિસ્તાનની અધ્યક્ષતામાં યોજાનારી આ SCO બેઠકમાં ડૉ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારત SCOની તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લે છે. સંસ્થા દર વર્ષે સરકારના વડાઓની બેઠક યોજે […]

આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનો વિકાસ સર્વસમાવેશક અને લોકતાંત્રિક હોવો જોઈએ: કેન્દ્રીય મંત્રી ડૉ. ચંદ્રશેખર

નવી દિલ્હીઃ પાંચમા ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ સિમ્પોઝિયમ (જીએસએસ-24)નું આજે નવી દિલ્હીમાં સમાપન થયું હતું, જે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં પ્રથમ વખત બન્યું હતું. ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (આઇટીયુ) દ્વારા આયોજિત અને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ દ્વારા આયોજિત આ સીમાચિહ્નરૂપ પરિસંવાદમાં ડિજિટલ પરિવર્તનના ભવિષ્ય અને ઉભરતી ટેકનોલોજીના આગામી મોજાને સક્ષમ બનાવવામાં આંતરરાષ્ટ્રીય ધોરણોની નિર્ણાયક ભૂમિકા અંગે ચર્ચા કરવા માટે વિશ્વભરના […]

SCO સમિટમાં ભાગ લેવા માટે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે પાકિસ્તાન જશે

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે આજે ઈસ્લામાબાદની બે દિવસની મુલાકાતે જશે. વિદેશ મંત્રીએ અગાઉ ટિપ્પણી કરી હતી કે તેમની પાકિસ્તાનની મુલાકાત બહુપક્ષીય કાર્યક્રમ માટે હતી અને તેમણે દ્વિપક્ષીય વાટાઘાટોને નકારી કાઢી હતી. છેલ્લા 9 વર્ષમાં કોઈ ભારતીય વિદેશ મંત્રી દ્વારા પાકિસ્તાનની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત […]

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે બીજી ટી20 મેચ, ભારતની સીરિઝ જીત ઉપર નજર

નવી દિલ્હીઃ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આજે દિલ્હીના અરૂણ જેટલી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ત્રણ મેચોની શ્રેણીના બીજા ટી20 મેચમાં બાંગ્લાદેશ સામે રમશે.ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગે આ મેચ શરૂ થશે. સૂર્ય કુમાર યાદવના નેતૃત્વમાં ભારત શ્રેણીમાં એક – શૂન્યથી આગળ છે.શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવીને સરળ જીત મેળવી હતી.આ મેચમાં અર્શદીપ સિંહ […]

ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે – ઉદ્યોગમંત્રી બળવંતસિહ રાજપૂત

ગાંધીનગરઃ પાટણના સિદ્ધિપુર ખાતે ઉદ્યોગમંત્રી બળવંતસિહ રાજપૂતે એક દિવસીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યશાળાને સંબોધતા જણાવ્યું કે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. તેમણે ઉમેર્યું કે સમગ્ર દેશમાં 8.4 ટકા જીડીપી આપતું રાજ્ય ગુજરાત છે. લોજિસ્ટિક અને સ્ટાર્ટ અપમાં 11 ટકા હિસ્સા સાથે દેશમાં ગુજરાત મોખરે છે. તેમણે કહ્યું કે છેલ્લા વીસ વર્ષોમાં ગુજરાત દેશમાં […]

આજે વિશ્વ હ્રદય દિવસ : યોગ શિબિરનું આયોજન

આજે વિશ્વ હ્યદય રોગ દિવસ છે. રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં હ્રદય રોગની બીમારીના અંદાજિત બાવન હજાર આપાતકાલીન કોલ 108 ઇમરજન્સી સેવાને મળ્યા છે. ત્યારે યોગ દ્વારા હ્યદયને લગતી બીમારીઓ ઘટાડી શકાય તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે દરેક જિલ્લાઓમાં હ્યદયરોગ જાગરૂકતા માટે યોગ શિબિરનું આયોજન કરાયું છે. ઉપરાંત ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code