1. Home
  2. Tag "Today"

રાષ્ટ્રપતિ આજે 78મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે (14 ઓગસ્ટ, 2024) 78મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સંબોધન 1900 કલાકથી આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે અને દૂરદર્શનની તમામ ચેનલો પર હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજી સંસ્કરણમાં પ્રસારિત કરવામાં આવશે. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનનું પ્રસારણ પછી દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો […]

મિસાઈલ મેન તરીકે જાણીતા પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખર વૈજ્ઞાનિક ડો APJ અબ્દુલ કલામની આજે 9 મી પુણ્યતિથી

નવી દિલ્હીઃ ભારતના મિસાઈલ મેન તરીકે જાણીતા પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખર વૈજ્ઞાનિક ડો APJ અબ્દુલ કલામની આજે 9 મી પુણ્યતિથી છે. વર્ષ 2017 માં આજના દિવસે મેઘાલયના શિલોંગમાં તેમનું નિધન થયું હતું. તેઓ વર્ષ 2002 માં ભારતીય ગણતંત્રના 11 માં રાષ્ટ્રપતિ બન્યા હતા. એક મહાન વૈજ્ઞાનિક અને એન્જીનીયર તરીકે તેમણે દેશની પ્રગતિમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું […]

અમિત શાહ આજે નવી દિલ્હીમાં NCORDની 7મી સર્વોચ્ચ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નાર્કો-કોઓર્ડિનેશન સેન્ટર (NCORD)ની 7મી સર્વોચ્ચ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે. ગૃહમંત્રી રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઈન ‘માનસ’ (માદક પદાર્થ નિષેધ અસુચના કેન્દ્ર) લોન્ચ કરશે અને શ્રીનગર ખાતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન કરશે. અમિત શાહ એનસીબીનો ‘વાર્ષિક અહેવાલ 2023’ અને ‘નશા મુક્ત ભારત’ […]

છોટા ઉદેપુરઃ આજે પણ જાળવી રાખી છે આદિવાસીઓએ રાબડીની પરંપરા

અમદાવાદઃ હાલના જમાનામાં ફાસ્ટ ફૂડ ખાવાનો ક્રેઝ દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસીઓ આજના ફાસ્ટ ફૂડના જમાનામાં પણ સદીઓ જુનો રાબડીનો ખોરાક છોડ્યો નથી. સામાન્ય રીતે સવારમાં લોકો ચા નાસ્તો કરતા હોય છે, પરંતુ આદિવાસી સમાજમાં સવારે ચા ની જગ્યાએ રાબડી પીવાની પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે. રહેણ […]

ભગવાન જગન્નાથ રથયાત્રા 2024નો આજે બીજો દિવસ

નવી દિલ્હીઃ ઓડિશાના પુરીમાં આયોજિત બે દિવસીય ભગવાન જગન્નાથ રથયાત્રા 2024નો આજે (સોમવાર) બીજો દિવસ છે. થોડા સમય બાદ ફરી ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થશે. ગઈકાલે રવિવારે (7 જુલાઈ) સૂર્યાસ્ત બાદ રથયાત્રાને અટકાવી દેવામાં આવી હતી. રવિવારે બપોરે, હજારો લોકોએ પુરીના 12મી સદીના જગન્નાથ મંદિરથી લગભગ 2.5 કિમી દૂર ગુંડીચા મંદિર તરફ વિશાળ રથ ખેંચ્યા […]

દેશમાં આજથી લાગુ થયા 3 નવા ફોજદારી કાયદા

નવી દિલ્હીઃ આજથી સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ આ ત્રણ કાયદા અમલમાં આવશે. જ્યારે બ્રિટિશ કાળના ત્રણ કાયદા આઇપીસી, સીઆરપીસી અને ઇન્ડિયન એવિડેંસ એક્ટનો અંત આવશે. જુના કાયદાઓના નામ સહિતના ફેરફારો સાથે નવા કાયદા સમગ્ર દેશના પોલીસ સ્ટેશનો અને કોર્ટો સહિત તમામ જરૂરી કચેરીઓમાં તેનો અમલ કરવામાં […]

T-20 વિશ્વ કપ: આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થશે ટક્કર

નવી દિલ્હીઃ ICC T20 વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સુપર 8 મેચ રમાવાની છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચ જીતી છે જ્યારે બાંગ્લાદેશને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ આજની મેચ જીતીને સેમીફાઈનલની ટિકિટ સુરક્ષિત કરવા ઈચ્છશે, જ્યારે બાંગ્લાદેશ રેસમાં ટકી રહેવાનો પ્રયાસ કરશે. દરેકની નજર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ICC T20 […]

T-20 ટી વર્લ્ડ કપમાં આજે ભારત-કેનેડા વચ્ચે મેચ,વરસાદની શકયતા

મુંબઈઃ ટી ટ્વેન્ટી વર્લ્ડકપમાં આજે ભારતનો મુકાબલો કેનેડા સામે થશે.ફ્લોરીડામાં રમાનારા આ મેચ પર વરસાદનું સંકટ તોળાઇ રહ્યુ છે. ટુર્નામેન્ટમાં આત્મવિશ્વાસથી ભરપુર ટીમ ઇન્ડીયા આજે સેન્ટ્રલ બ્રોબાર્ડ રીજીનલ પાર્ક સ્ટેડીયમ ખાતે એ ગ્રુપની છેલ્લીમાં કેનેડાની ટીમનો સામનો કરશે, જ્યાં ભારતનું લક્ષ્યાંક ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સતત ચોથી જીત મેળવવાનું રહેશે. સતત ત્રણ મેચમાં વિજય મેળવી […]

નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેશે

દેશમાં સતત ત્રીજી વખત એનડીએ સરકાર બનવા જઈ રહી છે. NDA સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ પણ આજે જ શપથ લેશે. મોદી સરકારમાં ઘણા નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળશે 3.O. સમારોહમાં 8 હજારથી વધુ મહાનુભાવો હાજરી આપે તેવી અપેક્ષા છે. સમારોહમાં 8 હજારથી વધુ મહાનુભાવો […]

ભારત અને પાકિસ્તાનની ટીમ આજે ન્યૂયોર્કમાં સામસામે ટકરાશે

T-20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન ટીમ ન્યૂયોર્કના મેદાનમાં સામ-સામે ટકરાશે.. આ આઠમી વાર બનશે,, કે ટી-20માં ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ,, એક બીજાનો સામનો કરશે.. આંકડા અને પ્રદર્શન પર ધ્યાન આપીએ,, તો ભારતીય ટીમનું પલ્લુ ભારે જોવા મળે છે.. આ વર્લ્ડ કપમાં પાકિસ્તાન તેની પ્રથમ મેચમાં,, અમેરિકા સામે હારી ગયું હતું.. ભારતીય ટીમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code