1. Home
  2. Tag "Tourists"

શ્રીલંકાની આર્થિક સ્થિતિમાં સુધારો, છ મહિનામાં 9 લાખ પ્રવાસીઓ આવ્યાં

નવી દિલ્હીઃ બે વર્ષના ગંભીર આર્થિક સંકટ અને રાજકીય અસ્થિરતાનો સામનો કર્યા બાદ શ્રીલંકાની અર્થવ્યવસ્થા ઝડપથી પાટા પર આવી રહી છે. દેશમાં પ્રવાસીઓની સતત વધી રહેલી સંખ્યા આનો સંકેત છે. રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે આ અઠવાડિયે જાહેરમાં સ્વીકાર્યું છે કે, ભારત તરફથી મળેલી આર્થિક મદદને કારણે શ્રીલંકા બે વર્ષના સંકટમાંથી બહાર આવવાના માર્ગ પર છે. શ્રીલંકાની અર્થવ્યવસ્થા […]

પોઇચા ખાતે નર્મદા નદીમાં સુરતના 8 પ્રવાસીઓ ડૂબ્યા

નર્મદા નદીમાં ડુબેલા 8 વ્યક્તિઓમાં 3 બાળકોનો સમાવેશ સ્થાનિક તરવૈયાઓએ એક વ્યક્તિને બચાવ્યો અન્ય સાત વ્યક્તિઓની યુદ્ધના ધોરણે શોધખોળ અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી નદી અને દરિયામાં ડુબવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. બે દિવસ પહેલા દાંડીના દરિયામાં છ વ્યક્તિ ડુબ્યાં હતા. જ્યારે વડોદરામાં કોટના બીચ પર નાહવા ગયેલ યુવાનોના ડૂબી જવાની ઘટના બની હતી. […]

હિમાચલના આ 5 સ્થળોની એકવાર મુલાકાત લેશો તો વારંવાર જવાની થશે ઈચ્છા

હિમાચલ પ્રદેશ તેની પ્રાકૃતિક સુંદરતા માટે પ્રખ્યાત છે. અહીંના પહાડો, ખીણો અને લીલીછમ જગ્યાઓ દરેકને મોહિત કરે છે. પરંતુ હિમાચલમાં એવી કેટલીક જગ્યાઓ છે જે પ્રવાસીઓની ભીડથી દૂર છે અને અહીં કુદરતી સુંદરતા જોવા મળે છે. ચાલો જાણીએ હિમાચલના આવા 5 ઓફબીટ સ્થળો વિશે જે તમારા હૃદયને સ્પર્શી જશે. ચિતકુલઃ આ ગામ બાસ્પા નદીના કિનારે […]

કેવડિયામાં કેસૂડાનો વૈભવ પ્રવાસીઓ 10મી માર્ચથી માણી શકશે

અમદાવાદઃ નર્મદાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને જોવા ઉમટશે, ત્યારે આ વખતે પ્રવાસીઓ માટે એક નવું નજરાણું પણ કેવડિયા ખાતે જોવા મળશે. જાણકારી મુજબ આગામી 10મી માર્ચથી કેસૂડા ટ્રેઈલનો શુભારંભ થવા જઈ રહ્યો છે. જેમાં પ્રવાસીઓને કેસૂડાથી ભરપૂર વિસ્તારોની મુલાકાત કરાવતી વિશેષ સેવા શરુ થશે, તેના માટે […]

ગીર અભયારણ્યમાં એક વર્ષમાં 1.93 લાખ પ્રવાસીઓએ કર્યાં સિંહદર્શન

ગાંધીનગરઃ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીમુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના ઘરેણા સમાન એશિયાટીક લાયનના જતન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. છેલ્લા એક વર્ષમાં ગીર અભયારણ્યની ૧.૯૩ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. વિધાનસભા ખાતે ગીર અભયારણ્ય ખાતે પ્રવાસીઓની મુલાકાત અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતર મંત્રીશ્રીએ ઉમેર્યું કે, છેલ્લા એક વર્ષમાં આ અભયારણ્ય […]

અયોધ્યામાં દર વર્ષે પાંચ કરોડથી વધારે પ્રવાસીઓ આવવાની આશા

નવી દિલ્હીઃ અમેરિકાની ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝે, ભારતની પર્યટન ક્ષમતા પર વિશેષ નોંધમાં જણાવ્યું હતું કે, 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં રામ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન એ એક મોટી ધાર્મિક ઘટના છે. તે મોટી આર્થિક અસર સાથે પણ આવે છે કારણ કે ભારતને એક નવું પ્રવાસન સ્થળ મળે છે જે દર વર્ષે પાંચ કરોડથી […]

‘ભારત ગૌરવ’ ટ્રેનોમાં એક વર્ષમાં 96,000 થી વધુ પ્રવાસીઓએ મુસાફરી કરી

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ ‘ભારત ગૌરવ’ ટૂરિસ્ટ ટ્રેનોના બેનર હેઠળ થીમ આધારિત સર્કિટ પર ટૂરિસ્ટ ટ્રેનોના સંચાલનનો ખ્યાલ રજૂ કર્યો હતો. થીમ આધારિત આ ટૂરિસ્ટ સર્કિટ ટ્રેનોનો ઉદ્દેશ ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ભવ્ય ઐતિહાસિક સ્થળોને પ્રદર્શિત કરવાનો છે. વર્ષ 2023 દરમિયાન, 96,491 પ્રવાસીઓને લઈને ભારત ગૌરવ ટ્રેનોની કુલ 172 ટ્રિપ્સ ચલાવવામાં આવી છે, જે […]

દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસને પગલે હવાઈ અને રેલવે સેવા ખોરવાઈ, પ્રવાસીઓની મુશ્કેલી વધી

નવી દિલ્હીઃ પહાડો પરથી આવતા ઠંડા પવનોને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે. ગુરુવારે સવારે દિલ્હી એનસીઆરમાં ધુમ્મસ હતું. વધતી જતી ઠંડી અને ધુમ્મસના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ ઉપર ટ્રાફિકની સાથે રેલ્વે અને હવાઈ સેવાને પણ અસર થઈ છે. ઘણી ટ્રેનો અને ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે. તેમજ દિલ્હી-એનસીઆરના […]

નવા વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાની સંભાવના

શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરના વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગુલમર્ગમાં શિયાળામાં ભારે ભીડ જોવા મળે છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ખાસ કરીને નવા વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની ધારણા છે. આ તકને ધ્યાનમાં રાખીને ગુલમર્ગ ડેવલપમેન્ટ ઓથોરિટી (GDA) અન્ય વહીવટી પાંખો અને પ્રવાસન ખેલાડીઓ સાથે સફળ શિયાળુ પ્રવાસન સીઝન માટે યોગ્ય તૈયારીઓ કરી રહી છે. […]

સાપુતારા ખાતે પ્રકૃતિને માણવા આવતા પર્યટકો હવે “વન કવચ”ના આહલાદક દ્રશ્ય માણી શકશે

અમદાવાદઃ ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્ય મંત્રી મુકેશ પટેલ (વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ) એ ગિરિમથક સાપુતારા ખાતે પ્રકૃતિને માણવા આવતા પર્યટકો માટે નવા નજરાણા ધરાવતા “વન કવચ” નું લોકાર્પણ કર્યુ હતુ. વૃક્ષોના જતન સંવર્ધન માટે “વન કવચ” એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ પૈકીનો એક મહત્વનો ભાગ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code