કાશ્મીર ઘાટીમાં હિમવર્ષા, અનેક માર્ગો ઉપર વાહન વ્યવહાર બંધ કરાયો
નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીર ઘાટીના ઉપરના ભાગોમાં હિમવર્ષા થઈ છે. સાંજથી મેદાની વિસ્તારોમાં અવિરત વરસાદ પડી રહ્યો છે.અમરનાથ ગુફાના પહલગામ માર્ગ પર શેષનાગ, પંજતરની અને મહાગુણા ટોપમાં તાજી હિમવર્ષાથી સમગ્ર કાશ્મીર વિભાગમાં તાપમાનમાં ઘટાડો થયો છે. દરમિયાન, હિમવર્ષાને કારણે શ્રીનગર-લેહ નેશનલ હાઈવે, બાંદીપોરા-ગુરેઝ અને મુગલ રોડ વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. […]