કવાંટમાં ગેરનો મેળોઃ પરંપરાગત વસ્ત્રોમાં સજજ આદિવાસી સમાજ પરંપરાગત લોકવાદ્યોના તાલે ઝૂમી ઉઠ્યાં
અમદાવાદઃ છોટાઉદેપુર જિલ્લામાં હોળીના તહેવાર નિમિત્તે ભાતીગળ લોકમેળાઓ યોજાય છે જે પૈકી કવાંટ ખાતે પરંપરાગત વિશ્વવિખ્યાત ગેરનો મેળો યોજાયો હતો. શરીરે સફેદ માટીના ટપકા અને મોરપીંચ્છની ટોપી પહેરી લયબદ્ધ નૃત્યુ કરતા ઘેરિયાઓ મેળા દરમિયાના સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉત્સવપ્રિય આદિવાસી સમાજમાં દિવાળી કરતા પણ હોળીનું વિશેષ મહત્વ છે. હોળીના પર્વ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં ઠેર […]