ગુજરાતના શહેરી વિસ્તારના 35 ધારાસભ્યોને રોડ-રસ્તાની મરામત માટે બે કરોડની ગ્રાન્ટ અપાશે
અમદાવાદ: રાજ્યમાં વરસાદને લીધે તૂટી ગયેલા રોડ-રસ્તાઓની મરામતનું કામ ચાલી રહ્યું છે. બીજીબાજુ શહેરી વિસ્તારોમાં નગરપાલિકાઓ પાસે પુરતી ગ્રાન્ટ ન હોવાથી રોડના કામમાં વિલંબ પણ થઈ રહ્યાની ફરિયાદો ઊઠી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને ધારાસભ્ય દીઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના શહેરી […]