સિવિલ હોસ્પિટલને બ્રેઇન ડેડ દર્દીના એક લીવર અને બે કીડની નું દાન મળ્યું
અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવા વર્ષમાં વધુ એક અંગદાન થયું છે.સિવિલ હોસ્પિટલમાં થયેલા આ 172 માં ગુપ્ત અંગદાનની વાત કરીએ તો તારીખ 6 નવેમ્બરના રોજ દર્દીને અકસ્માત થતા માથાની ઇજાના કારણે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. આધેડ વયના વ્યક્તિને સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરોએ તારીખ 8 નવેમ્બરના રોજ બ્રેઇન ડેડ જાહેર કરેલ. […]