તરણેતરનો ભાતીગળ લોકમેળો બે વર્ષ બાદ યોજાશે, પણ લમ્પીને લીધે પશુ મેળો નહીં યોજાઈ
સુરેન્દ્રનગરઃ જિલ્લાનો તરણેતરનો લોકમેળો જગ પ્રખ્યાત છે. ભતીગળ મેળાને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. કોરોનાકાળનાં 2 વર્ષ સુધી તરણેતરનો ભાતીગણ મેળો મોકૂફ રખાયા બાદ આ વર્ષે યોજાઈ રહ્યો છે. 30 ઑગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન યોજનારા મેળામાં લમ્પી વાઇરસને કારણે પ્રથમ વાર પશુમેળો યોજવા પર પ્રતિબંધ મુકાયો છે. મેળામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો […]