જુગાર રમતા પકડાયેલા માતરના ભાજપના ધારાસભ્ય સહિત 26 આરોપીઓને બે વર્ષની સજા
વડોદરાઃ પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ખાતે 1 જુલાઇ, 2021 ના રોજ રાત્રે જીમીરા રિસોર્ટમાંથી પકડાયેલા જુગારધામ કેસમાં હાલોલ કોર્ટે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 26 ને દોષીત જાહેર કર્યા છે. અને તમામને 2 વર્ષની સજા ફટકારી છે. પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે શિવરાજપુરના જીમીરા રિસોર્ટમાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર દરોડો પાડીને 26 જુગારીઓને ઝડપી લીધા હતા. […]