1. Home
  2. Tag "ukraine"

ઓપરેશન ગંગાઃ યુક્રેનમાંથી સવા મહિનામાં 22500 ભારતીયો પરત ફર્યા

નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ 26 દિવસ પહેલા સૈન્ય કાર્યવાહીની શરૂઆત કરી હતી. આજે પણ બંને દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન 1 ફેબ્રુઆરીથી 11 માર્ચ, સુધીમાં લગભગ 22,500 ભારતીય નાગરિકો યુક્રેનથી ભારત પરત ફર્યા છે. ઓપરેશન ગંગા […]

ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું: ઝેલેન્સ્કી

દિલ્હી: રશિયા દ્વારા અત્યારે જે રીતે યુક્રેની હાલત કરવામાં આવી છે તેને તો કોઈ કદાચ હવે ભાગ્ય જ ભૂલી શકે. યુક્રેનના રાષ્ટ્રપતિ દ્વારા તમામ દેશ પાસેથી મદદ માંગવામાં આવી રહી છે પરંતુ કોઈ દેશ હથિયાર સિવાય કઈ આપવા તૈયાર નથી અને આખરે કંટાળીને યુક્રેનના રાષ્ટ્રપતિ દ્વારા કહેવામાં આવ્યું કે વિશ્વમાં ત્રીજી વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે. […]

યુક્રેનના કીવમાં લોકડાઉન જાહેર કરાયું, રશિયાના હુમલામાં અત્યાર સુધી 100થી વધારે બાળકોના મોત

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ અઠવાડિયાથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશોમાંથી ટેન્શન ઓછુ થવાનું નામ લેતુ, આ વચ્ચે યુક્રેનની રાજધાની કીવમાં 24 કલાકનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કોઈને રસ્તા ઉપર નહીં આવવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ કિવમાં આખી રાત બોમ્બ મારો ચાલુ રહ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર તા. […]

યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બચાવવા શરૂ કરાયેલા ‘ઓપરેશન ગંગા’માં ઘણી મુશ્કેલીઓ આવી હતીઃ વિદેશ મંત્રી

નવી દિલ્હીઃ યુક્રેનમાં યુદ્ધમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન અનેક મુશ્કેલીઓ ઉભી થઈ હોવાનું વિદેશ મંત્રી એસ.જયશંકરે રાજ્યસભામાં જણાવ્યું હતું. રાજ્યસભામાં વિદેશ મંત્રીએ ઓપરેશન ગંગા અંગે સભ્યોને જાણ કરી હતી. વિદેશ મંત્રાલયને અત્યાર સુધીમાં 13,000 થી વધુ કોલ અને ઈમેલ આવ્યા છે. […]

યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીથી રશિયાને નુકસાનઃ 10 દિવસ સુધી ચાલે તેટલા જ હથિયાર

નવી દિલ્હીઃ યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાની સ્થિતિ હવે ધીરે-ધીરે કથળી રહી છે. સંરક્ષણ નિષ્ણાતોનો દાવો છે કે, રશિયા 10 થી 14 દિવસ સુધી આ યુદ્ધ લડવાની સ્થિતિમાં છે. લેટેસ્ટ ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર, રશિયા માટે જમીન પકડી રાખવી મુશ્કેલ બની રહી છે. રશિયામાં લડવા માટે માનવબળ અને ઉર્જા બંનેની અછત છે. બ્રિટિશ અધિકારીના જણાવ્યા […]

યુક્રેનમાં સ્થિત પોતાના ભારતીય દૂતાવાસને પોલેન્ડમાં શિફ્ટ કરવામાં આવશે

ભારત સરકારનો નિર્ણય યુક્રેન સ્થિત દૂતાવાસને પોલેન્ડમાં શિફ્ટ કરાશે યુક્રેન-રશિયા વિવાદ બાદ લેવાયો નિર્ણય દિલ્હી:યુક્રેનમાં જે રીતે વિવાદ સર્જાયો, અને રશિયાના આર્મી ઓપરેશન પછી ભારત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા યુક્રેન સ્થિતિ એમ્બેસીને પોલેન્ડમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું […]

યુક્રેન તરફથી લડતા 180 સૈનિકોને ઠાર કરવામાં આવ્યા:રશિયાનો દાવો

યુક્રેન રશિયા વિવાદ રશિયાએ કર્યો દાવો 180 વિદેશી સૈનિકોને કર્યા ઠાર દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં બંન્ને દેશો દ્વારા મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. યુક્રેન દ્વારા મોટા દાવા કરવામાં આવે છે ત્યારે રશિયા દ્વારા પણ દાવો કરવામાં આવ્યો કે તેમણે યુક્રેન તરફથી લડતા 180 જેટલા વિદેશી સૈનિકોને ઠાર કર્યા છે. યુક્રેનના […]

યુક્રેન સામે સૈન્ય કાર્યવાહી વિરોધમાં પશ્ચિમી દેશોના પ્રતિબંધને પગલે રશિયાએ આપી ધમકી

નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ શરૂ કરેલી સૈન્ય કાર્યવાહીનો આજે 17મો દિવસ છે. અમેરિકા સહિતના દેશોએ રશિયા ઉપર આકરા પ્રતિબંધ નાખ્યાં છે. પ્રતિબંધોની ચિંતા કર્યા વિના રશિયા સતત બોમ્બ મારો અને મિસાઈલ હુમલો કરી રહ્યું છે. પશ્ચિમી દેશોએ નાખવામાં આવેલા આકરા પ્રતિબંધથી રશિયા વધારે ઉશ્કેરાયું છે. તેમજ ઈન્ટરનેશન સ્પેસ સ્ટેશનને આકાશમાં જ ઉડાવી દેવાની ધમકી […]

રશિયન સૈન્ય કાર્યવાહીને પગલે 25 લાખ લોકોએ યુક્રેન છોડ્યાનો અંદાજ

નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ કરેલી સૈન્ય કાર્યવાહીનો આજે 17મો દિવસ છે. રશિયન સૈન્ય દ્વારા યુક્રેનના વિવિધ શહેરોમાં બોમ્બ મારો કરવાની સાથે રોકેટથી હુમલા કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ યુક્રેનના દેશવાસીઓમાં ભય ફેલાયો છે. તેમજ પોતાનો જીવ બચાવવા માટે યુક્રેન છોડવા મજબુર બની રહ્યાં છે. અત્યાર સુધીમાં 25 લાખ લોકોએ યુક્રેન છોડ્યું હોવાનો યુએન […]

યુક્રેનના મેલિટોપોલ શહેરના મેયરનું રશિયન સૈન્યએ અપહરણ કર્યાનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેનના મેલિટોપોલ શહેરના મેયર ઈવાન ફેડોરોવને કથિત રીતે રશિયન સેનાએ અપહરણ કર્યાનું જાણવા મળે છે. મેયર દ્વારા રશિયન સેનાને સમર્થન આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાની નિંદા કરતા યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કીએ કહ્યું હતું કે, મેલિટોપોલના મેયરનું અપહરણ લોકતંત્રની વિરુધ્ધનો યુદ્ધ અપરાધ છે. હું આપને વિશ્વાસ અપાવુ છું કે તમામ લોકતાંત્રિક દેશોમાં 100 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code