સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઈંચ વરસાદ, ભરૂચના નેત્રંગમાં 7 ઈંચ, નદી-નાળાં છલકાયાં
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામતો જાય છે. આજે બપોર સુધીમાં 124થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઈંચ જેટલો વરસાદ પડતા આખોયે વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. આ ઉપરાંત ભરૂચના નેત્રંગમાં પણ 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. […]