અમદાવાદમાં કરોડોને ખર્ચે બનાવાયેલી મ્યુનિ.ની SVP હોસ્પિટલનો ખર્ચ હવે AMCને પોસાતો નથી
અમદાવાદઃ શહેરમાં વી.એસ હોસ્પિટલના કેમ્પસમાં નદી કિનારા પર સરદાર વલ્લભભાઈ પટેલ ( SVP) હોસ્પિટલ કરોડોના ખર્ચે મ્યુનિએ બનાવી છે. આ હોસ્પિટલમાં મ્યુનિની અન્ય હોસ્પિટલો કરતા સારવારના વધુ ભાવ નિયત કરાયા છતાં હોસ્પિટલ દર મહિને લાખો રૂપિયાની ખોટ કરી રહી છે. મ્યુનિ, કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલ પાછળ દર મહિને 17 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવે છે. […]