1. Home
  2. Tag "Unbearable Heat"

અમદાવાદમાં અસહ્ય ગરમીમાં રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી, ટાઈફોડ સહિતના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં વધતા જતા તાપનમાનને લીધે ઝાડા-ઊલટી સહિત પાણીજન્ય રોગચાળો વકર્યો છે. સાથે હીટ સ્ટ્રોકના કેસમાં પણ વધારો થયો છે. છેલ્લા પખવાડિયામાં ઝાડા ઊલટીના 1078 તથા ટાઈફોઈડના 300 કેસ નોંધાયા હતા. એએમસીના આરોગ્ય વિભાગે ગરમીને લીધે લોકોને બાહ્ય ખોરાક ન આરોગવા અપીલ કરી છે. દરમિયાન પાણીજન્ય રોગચાળાને નાથવા માટે જે તે વિસ્તારોમાંથી પાણીના સેમ્પલો લેવામાં […]

પાલિતાણા અને ગારિયાધાર તાલુકામાં અસહ્ય ગરમીના ટાણે વીજ ધાંધીયાથી લોકો પરેશાન

પાલિતાણાઃ ગોહિલવાડ પંથકમાં અસહ્ય ગરમીથી લોકો પરેશાન છે. ત્યારે પાલિતાણા અને ગારિયાધાર તાલુકામાં વીજળીના ધાંધિયાને લીધે અસહ્ય ગરમીમાં લોકો વધુ પરેશાન થઈ રહ્યા છે. ભર બપોરે વીજળી પુરવઠો ખોરવાતા લોકો પંખા પણ ચાલુ રાખી શકતા નથી. પીજીવીસીએલ તંત્રએ છેલ્લા એક માસથી પાલિતાણાની પ્રજાને જાણે કે બાનમાં લીધું હોય તેમ દરરોજ ગમે તે સમયે કોઈપણ જાતની […]

રાજકોટમાં અસહ્ય ગરમીમાં વાયરલ ઈન્ફેક્શનનો વાયરો, શરદી-ઊઘરસના કેસમાં પણ થયો વધારો,

રાજકોટઃ શહેરમાં વધતા જતા તાપમાનને લીધે વાયરલ બિમારીના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં શરદી-ઉધરસ અને તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનનાં કેસોમાં વધારો થયો છે. જેમાં મેલેરિયાનો 1 સહિત વિવિધ રોગોનાં મળીને કુલ 1316 કેસ નોંધાયા છે. જ્યારે ગત સપ્તાહે વિવિધ રોગનાં કુલ 1400 કરતા વધુ કેસ નોંધાયા હતા. જોકે, આ આંકડાઓ માત્ર […]

અમદાવાદમાં અસહ્ય ગરમીને કારણે બપોરે 1થી 4 દરમિયાન 252 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે

અમદાવાદઃ શહેરમાં છેલ્લા સપ્તાહથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અને ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થતા નગરજનો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના સમયે તો રોડ પર જવું કપરૂ બની જાય છે. અંગ દઝાડતી ગરમીમાં ચાર રસ્તાઓ પર ક્રોસિંગ બંધ હોય ત્યારે દ્વિચક્રી વાહન પર બેસી રહેવું કપરૂ બની જાય છે. અસહ્ય તાપમાનમાં બપોરના સમયે રોડ […]

ગુજરાતમાં હજુ બે દિવસ અસહ્ય ગરમી સહન કરવી પડશે, અમદાવાદમાં 46 ડીગ્રી તાપમાન

અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આગામી બે દિવસ ગરમીથી રાહત મળવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે દિવસ હજુ શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર રહેવાની સંભાવના છે. 13 અને 14 મે સુધી અમદાવા શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને મ્યુનિ.કોર્પોરેશને  પણ શહેરીજનોને […]

ગુજરાતમાં આકાશમાંથી અંગારા ઓકતી ગરમી, અમદાવાદમાં તાપમાનને પારો 47 ડિગ્રીએ પહોંચ્યો

અમદાવાદઃ  રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના સમયે તો આકાશમાંથી અંગારા વરસતા હોય એવા તાપમાનથી લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. રાજ્યમાં 13 શહેરોનું તાપમાન 46 ડિગ્રીને વટાવી ગયું હતું. જ્યારે અમદાવાદમાં 47 ડિગ્રી તાપમાન નોંધાતા શહેરીજનો અસહ્ય ગરમીમાં સેકાયા હતા. હજી પણ ગુરૂવારે પારો 48 ડીગ્રીએ પહોંચશે તો 100 વર્ષનો […]

ગુજરાતમાં કાળઝાળ ગરમી, અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો

અમદાવાદઃ રાજ્યભરમાં ઉનાળો વધુ આંકરો બનતો જાય છે.  ઉત્તર-પૂર્વ તરફથી ફુંકાઈ રહેલા ગરમ-સૂકા પવનને કારણે  ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. અમદાવાદ સહિત મહાનગરોમાં વધી રહેલા તાપમાનથી લોકોના જનજીવન પર અસર પડી રહી છે. બપોરના ટાણે રસ્તાઓ પર ટ્રાફિકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હજુ મે, જૂન તથા જૂલાઈનો આકરો તાપ હજુ બાકી […]

અમદાવાદમાં કાળઝાળ ગરમી, કન્સ્ટ્રક્શન સાઈટના કામ બપોરે બંધ રાખવા સુચના

અમદાવાદઃ શહેરમાં એપ્રીલ મહિનાના પ્રારંભથી ગરમીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા બે દિવસથી તો તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં  હિટવેવ તેમજ યલો એલર્ટની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને એક્શન પ્લાન તાત્કાલિક અસરથી જાહેર કર્યો છે. શહેરીજનોને ગરમીમાંથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code