સરદાર પટેલની જન્મજયંતિ પર ‘કેન્દ્રીય ગૃહ મંત્રી ચંદ્રક’ની જાહેરાત
નવી દિલ્હીઃ વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળો (સીએપીએફ) અને કેન્દ્રીય પોલીસ સંગઠનો (સીપીઓ) ના 463 કર્મચારીઓને વર્ષ 2024 માટે ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા ચંદ્રક’ એનાયત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, શરૂ થયેલ આ કાર્યક્ષમતા મેડલ તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનું મનોબળ વધારશે. […]