ગુજરાતમાં ફરી તાપમાનમાં થયો વધારો, બુધવારથી કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં ફાગણ અને ત્યારબાદ ચૈત્ર મહિનાના પ્રારંભમાં પણ કેટલાક વિસ્તારોમાં સમયાંતરે કમોસમી વરસાદના ઝાપટા પડ્યા બાદ તાપમાનમાં વધારો થયો છે. અને રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 36 ડિગ્રીને વટાવી ગયું છે. ત્યાં ફરીવાર હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાંની આગાહી કરી છે. રાજસ્થાનના પશ્ચિમ વિસ્તારમાં સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરથી […]