સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કરા સાથે માવઠું પડ્યું, પવનની ઝડપ વધી છતાં ગરમી યથાવત
રાજકોટઃ અરબી સમુદ્રમાં ટ્રફ અને ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારમાં સાઈક્લનોકિ સરક્યુલેશનની અસરથી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં વાદળિયાં વાતાવરણ વચ્ચે સવારે 15થી 20 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાયો હતો. તેમજ રવિવારે સમીસાંજ બાદ કેટલાક વિસ્તારોમાં બરફના કરાં સાથે માવઠું પડ્યું હતું. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન […]