1. Home
  2. Tag "unseasonal rains"

વલસાડમાં કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને નુકસાન, ખેતીવાડી વિભાગે સર્વે હાથ ધર્યો

અમદાવાદઃ વલસાડમાં કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકમાં નુકસાની પહોંચી, ખેતીવાડી વિભાગે નુકસાનીનો સર્વે હાથ ધર્યો. વલસાડ જિલ્લામાં આવેલા 460થી વધુ રેવન્યુ ગામોમાં 75 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતોએ ડાંગરની રોપણી કરી છે. ચાલુ વર્ષે નવરાત્રી બાદ પડેલા વરસાદને લઈને ડાંગરના તૈયાર પાકમાં નુકસાની પહોંચી હતી. વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે પડેલા વરસાદને લઈને ડાંગરના તૈયાર પાકમાં […]

દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો, વલસાડ અને નવસારીમાં કમોસમી વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસની તાપમાનમાં સરેરાશ ઘટાડો થયો છે. હવામાન વિભાગે 15મી જુનથી ચોમાસુ બેસી જશે એવી આગાહી કરી છે. ત્યારે આજે બુધવારે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારે વલસાડ અને નવાસારી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને પગલે રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તેમજ સવારે નોકરી પર જતા લોકો ભીંજાયા […]

મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટા બાદ પડ્યુ માવઠું

અમદાવાદઃ ગુજરાતમાં અસહ્ય ગરમી લોકો ત્રાસી ગયા છે. ત્યારે જુનના બીજા કે ત્રીજા સપ્તાહથી મેધરાજાની વિધિવત પધરામણી થઈ જશે. દરમિયાન મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં શનિવારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. અને વિસનગર સહિત કેટલાક વિસ્તારમાં માવઠું પડ્યું હતુ. કમોસમી વરસાદના ઝાપટાંને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકો અસહ્ય ગરમીથી રાહત મેળવી હતી. ગુજરાતમાંઆગામી દિવસોમાં પ્રી-મોન્સુન […]

ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં અસહ્ય તાપમાન, કેટલાક જિલ્લામાં માવઠું, વીજળી પડતા બેના મોત

અમદાવાદઃ રાજ્યમાં એક બાજુ રાજકોટ સહિત શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયા છે. જ્યારે બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવા માહોલ જામ્યો છે. રાજ્યમાં બુધવારે પણ  સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના અંબાજીમાં ધોધમાર વરસાદ વરસતા લોકોએ અસહ્ય ગરમીમાં ઠંડક મેળવી હતી. જ્યારે વલસાડ અને કચ્છમાં તોફાની પવન સાથે વરસેલા […]

ગુજરાતમાં માવઠાંએ કૃષિપાકનો દાટ વાળ્યો, બાગાયતી પાકને નુકશાન, અનેક વૃક્ષો ધરાશાયી

અમદાવાદઃ ગુજરાતમાં કમોસમી વરસાદ અને ભારે પવન ફુંકાતા કૃષિ પાકને નુકશાન થયું છે. ઉપરાંત અનેક વૃક્ષો પણ ધરાશાયી બન્યા છે. ગીર પંથક અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને કેરીના પાકનો સોથ વળી ગયો છે. જૂનાગઢ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ અને અમરેલી વિસ્તારમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બાગાયતી પાકને પણ સારૂએવું નુકશાન થયું […]

ગુજરાતમાં ભર ઉનાળે 41 તાલુકામાં કમોસમી વરસાદ, બેનાં મોત, CMએ કરી સ્થિતિની સમીક્ષા

અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળો વાતાવરણમાં પલટો આવતા કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજ્યમાં 41 તાલુકામાં ક્યાંક કરા સાથે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમાં અમરેલીમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં મેઘધનુષનો પણ નજારો જોવા મળ્યો હતો. વરસાદ સાથે પવનની ગતિ પણ વધી હતી અને વીજળી પડવાને કારણે રાજ્યમાં […]

ગુજરાતમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને સાબદા રહેવા તાકીદ

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 16 મે, 2024 સુધી ગુજરાતના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા સ્વાભાવિક રીતે પાકના રક્ષણ માટેના કેટલાક ઉચિત પગલાં લેવામાં […]

ભર ઉનાળે છોટા ઉદેપુર, માંડવી, ઉંમરપાડા, આણંદ, ભાવનગર સહિત કેટલાક વિસ્તારોમાં માવઠું

અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે માવઠાએ આફત સર્જી છે. શુક્રવારે રાજ્યના છોટા ઉદેપુર ખેડા, નવસારી, આણંદ, ભાવનગર, સહિત કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. જેમાં માંડવી-ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું પડવાની આગાહી કરી છે. ગુજરાતમાં 13મીથી 15મી એપ્રિલ દરમિયાન વાતાવરણમાં પલટો આવ્યા બાદ […]

ભર ઉનાળે ગીર પંથક, અમરેલી અને કચ્છ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડુતો ચિંતિત

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં શનિવારે ભર ઉનાળે માવઠું પડતા વાતાવરણાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગે 13મી, 14મી અને 15મી એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. ત્યારે શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે કેરી સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યના હવામાન […]

બનાસકાંઠામાં માવઠાથી ખેતરોમાં ભરાયાં પાણી, રાયડો. જીરૂ, બટાકા સહિતના પાકને નુકસાન

અમદાવાદઃ ઉનાળાના આગમનને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે વાતાવરણમાં આવેલા પલટા સાથે કેટલાક વિસ્તારોમાં માવઠું પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. માવઠાને લીધે ખેતિપાકને નુકસાન થયું છે. બનાસકાંઠામાં શનિવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. વરસાદી ઝાંપટા પડતા ખેડૂતોના તૈયાર પાકો બટાકા રાયડો એરંડા જીરુ ઇસબગુલ સહિતના પાકોને નુકશાન થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code