1. Home
  2. Tag "uproar"

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં વિશેષ દરજ્જાના પ્રસ્તાવ પર હંગામો

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ગુરુવારે હંગામો થયો હતો જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) ના સભ્યોએ અગાઉના રાજ્યને વિશેષ દરજ્જો આપવા અંગેના ઠરાવનો વિરોધ કર્યો હતો, જેના કારણે સ્પીકરે ગૃહની કાર્યવાહી કેટલાક સમય માટે સ્થગિત કરી હતી. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ ભાજપના સભ્યોએ બુધવારે પસાર થયેલા ઠરાવને લઈને હંગામો શરૂ કર્યો હતો. દરખાસ્તમાં કેન્દ્રને […]

વકફ બોર્ડને લઈને રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં હોબાળો

નવી દિલ્હીઃ વકફ બોર્ડને લઈને રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં ફરી ભારે હોબાળો થયો હતો. હંગામા દરમિયાન કલ્યાણ બેનર્જી એટલા ગુસ્સામાં આવી ગયા કે તેમણે ટેબલ પર કાચની પાણીની બોટલ ફેંકી હતી. જેમાં જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલનો ચમત્કારીક બચાવ થયો હતો. જો કે, કલ્યાણ બેનર્જીને પોતાના હાથમાં ઈજા થઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન […]

વડોદરા મ્યુનિ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ મચાવ્યો હોબાળો

કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ મ્યુનિ. કમિશનરની કારને ઘેરી લીધી, મ્યુનિ.કમિશનરે ચાલતા ઘેર જવું પડ્યુ, મ્યુનિ. કચેરીના ગેઈટ બંધ કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો વડોદરાઃ મ્યુનિ.કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓ ઘણા સમયથી કાયમી કરવાની માગ કરી રહ્યા છે. દરમિયાન ફરીવાર કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓએ મ્યુનિ.સામે મોરચો માંડ્યો છે. કોન્ટ્રાક્ટ હેઠળ મ્યુનિ.માં કામ કરતા કર્મચારીઓ બપોરના ટાણે એકઠા થયા હતા. […]

શું પક્ષીઓના માળામાંથી બનેલું આ સૂપ ચહેરાને ચમકાવે છે, સોશિયલ મીડિયા પર તેને લઈને હોબાળો શા માટે?

બર્ડ્સ નેસ્ટ સૂપ લાંબા સમયથી બનાવવામાં આવી રહ્યો છે, પણ તે કેટલીક જગ્યાઓ સુધી મર્યાદિત હતો. હવે સોશિયલ મીડિયા તેને આખી દુનિયામાં લઈ ગયું છે. હવે તમે વિચારતા હશો કે આ બધું શું છે? વાસ્તવમાં, એશિયાના ઘણા દેશોમાં, એક પક્ષી જોવા મળે છે જે તેની લાળથી માળો બનાવે છે. આ માળાના સૂપને સ્કિનકેર માટે ખાસ […]

ખેડબ્રહ્મા માતાજી કંપામાં પાણી નહી મળતાં નાગરીકોનો હોબાળો : રસ્તો પણ બંધ કરાયો

ખેડબ્રહ્મા : યાત્રાધામ ખેડબ્રહ્માના શ્રી અંબિકા માતાજી મંદિર થી માંડ 300 મીટરના અંતરે આવેલ માતાજી કંપો તથા અન્ય સોસાયટીઓમાં નગરપાલિકા ના અણઘડ વહીવટ થી આશરે 500 જેટલી વસ્તી છેલ્લા 20 દિવસથી પીવાના પાણીથી વંચીત રહેતાં નગરપાલિકામાં હોબાળો મચાવ્યો હતો.   હાલ ખેડબ્રહ્મા નગરપાલિકામાં વહીવટદાર શાસન ચાલે છે ત્યારે સમગ્ર તંત્ર રામભરોસે ચાલી રહ્યુ હોય તેવુ […]

સુરતમાં કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે કર્યો હોબાળો, કૂંભાણી ભાજપમાં જોડાવાની શક્યતા

સુરતઃ લોકસભાની સુરત બેઠક પર ભાજપે રણનીતિ મુજબ બીન હરિફ જીત મેળવી લીધી છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં મોટો રાજકીય ડ્રામા સર્જાયો હતો. નિલેશ કુંભાણી અને તેના ડમી ઉમેદવાર સુરેશ પડશાળાનું ફોર્મ રદ થયા બાદ અપક્ષ સહિત નાની પાર્ટીના 8 ઉમેદવારે પણ ફોર્મ પાછાં ખેંચ્યાં હતાં. કહેવાય છે. કે, નિલેશ કુંભાણીએ, કોંગ્રેસ […]

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના મુદ્દે હોબાળો કરાતા સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ

ગાંધીનગરઃ  ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર સમાપ્તિને હવે એકાદ-બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે આજે ગૃહમાં પ્રશ્નોતરીકાળની શરૂઆતમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ કરવા બાબતે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહની શરૂઆતમાં જ વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ગૃહમાં અદાણીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો બેનરો લઇને વેલમાં […]

માંગરોળ બંદર પર GFCCના પંપમાં ડીઝલના બદલે પાણી નીકળતા માછીમારોએ કર્યો હોબાળો

જુનાગઢઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. અને સૌરાષ્ટ્રના માછીમારી બંદરો પર માછીમારોને સબસિડીથી બોટ માટે ડીઝલ આપવામાં આવે છે. માંગરોળના બંદરે જીએફસીસીના પંપ પરથી ડીઝલનું વિતરણ કરાતું હોય છે. આ પંપ પર ડીઝલમાં પાણી ભેળવવામાં આવતું હોવાથી માછીમારીની ફરિયાદો હતી. અને આ અંગે અગાઉ માછીમારોએ રજુઆતો પણ કરી હતી. માછીમારોએ પંપ પર જઈને […]

થાનગઢમાં ગટર ઊભરાવવાના મુદ્દે મહિલાઓએ નગરપાલિકામાં હોબાળો મચાવી તોડફોડ કરી

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના થાનગઢ શહેરમાં ભૂગર્ભ ગટર વારંવાર ઉભરાતી હોવાની જુદા જુદા વિસ્તારોમાંથી વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેમાં વોર્ડ નં.5ના રહીશોએ આ સમસ્યાથી કંટાળી નગરપાલિકા કચેરીમાં હોબાળો મચાવી તોડફોડ કરી હતી. તેના પગલે પોલીસ બોલાવવી પડી હતી. અગાઉ પણ નાગરિકોએ ગટર ઉભરાતી હોવાની ફરિયાદો કરી હતી, પણ એનો કોઈ નિકાલ ન આવતા નગરપાલિકાના સત્તાધિશો સામે નાગરિકોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code