ગુજરાતમાં કૃષિ ક્ષત્રે હાઈ ટેકનોલોજીનો પ્રારંભ, ડ્રોનથી યુરિયા છંટકાવનો ટ્રાયલ રન યોજાયો
ગાંધીનગરઃ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પ્રારંભ કરાયો છે. ખેતી વ્યવસાયમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને વધુ ને વધુ ઉત્પાદન મેળવવા અને ખેતીનો ખર્ચ ઘટાડવા માટે અવનવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. જેમાં ગાંધીનગરના માણસામાં ડ્રોન દ્વારા નૈનો યુરિયાનો છંટકાવ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઈફકો નિર્મિત નેનો યુરિયાનો છંટકાવ કરવામાં આવ્યો છે. […]