અમેરિકાનું ચીન સામે આકરુ વલણ, યુએસ સ્ટોક એક્સચેંજમાંથી ચીનની કંપનીઓને કરાશે બહાર
દિલ્હીઃ વિસ્તારવાદી ચીન અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધ વધારે તંગ બન્યાં છે. અમેરિકા દ્વારા તાજાતેરમાં જ ચીનની કેટલીક કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, રાષ્ટ્રપતિપદના કાર્યકાળના અંતિમ દિવસોમાં પણ ચીન પ્રત્યે કડક વલણ યથાવત રાખ્યું છે. તેમણે યુએસ સ્ટોક એક્સચેંજમાંથી ચીની કંપનીઓને બહાર કાઢવાના કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. […]