હવે WhatsApp પર MyGov હેલ્પડેસ્ક પર ડિજીલોકર સેવાઓનો ઉપયોગ કરી શકાશે
નવી દિલ્હીઃ સરકારી સેવાઓને સુલભ, સમાવિષ્ટ, પારદર્શક અને સરળ બનાવવાની એક મોટી પહેલમાં MyGovએ મહત્વની જાહેરાત કરી છે. નાગરિકો હવે ડિજીલોકર સેવાને ઍક્સેસ કરવા માટે WhatsApp પર MyGov હેલ્પડેસ્કનો ઉપયોગ કરી શકશે. આમાં તેમનું ડિજીલોકર એકાઉન્ટ બનાવવું અને પ્રમાણિત કરવું, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વાહન નોંધણી પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો ડાઉનલોડ કરવા વગેરેનો સમાવેશ થાય છે. […]