1. Home
  2. Tag "uttar pradesh"

ઉત્તરપ્રદેશઃ મદરેસાઓમાં હવે અભ્યાસ પહેલા રાષ્ટ્રીય ગીત ફરજિયાત કરાયું

લખનૌઃ ઉત્તરપ્રદેશની મદરેસાઓમાં અભ્યાસ પહેલા રાષ્ટ્રગીત હવે ફરજીયાત કરવામાં આવ્યું છે. યુપી મદરેસા એજ્યુકેશન બોર્ડ કાઉન્સિલે આદેશ જાહેર કર્યો હતો. આ આદેશ તમામ માન્ય, અનુદાનિત અને બિન-સહાયિત મદરેસાઓને લાગુ પડશે. વર્ગ શરૂ થતા પહેલા સવારની પ્રાર્થના દરમિયાન રાષ્ટ્રગીત ગાવુ જરૂરી છે. રમઝાન અને ઈદની રજાઓ બાદ ગુરૂવાર એટલે કે આજથી તમામ મદરેસા ખુલી ગયા છે. […]

પ્રયાગરાજઃ ક્લાઈવ રોડનું નામ બદલીને હવે અતુલ માહેશ્વરી કરાયું

લખનૌઃ પ્રયાગરાજમાં સિવિલ લાઈન્સ સ્થિત ક્લાઈવ રોડ હવે પત્રકારત્વ, શિક્ષા અને સમાજીક ક્ષેત્રે વિશેષ યોગદાન આપનારા જાણીતા હિન્દી દૈનિક અમર ઉજાલાના સ્થાપક અતુલ માહેશ્વરીજીના નામે ઓળખવામાં આવશે. ક્લાઈવ રોડનું નામ અતુલ માહેશ્વરી માર્ગ કરવાનો પ્રસ્તાવ મનપાની સભામાં સર્વસમ્મતિથી મંજૂરીની મહોર મારવામાં આવી હતી. મનપાની મીટીંગમાં હાજર તમામ નગરસેવકોએ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. એટલે હવે ઝડપથી […]

ઉત્તરપ્રદેશઃ વિંધ્યવાસની મંદિરમાં ભક્તે 101 કિલો વજનનો ચાંદીનો દરવાજો અર્પણ કર્યો

લખનૌઃ મિર્ઝાપુરના વિંધ્યાચલમાં આવેલા સુપ્રસિદ્ધ વિધ્યવાસની મંદિર એક ભક્તે પોતાની મનોકામના પૂરી થતા 101 કિલો ચાંદીથી બનેલા દરવાજા અર્પણ કર્યાં હતા. મંદિરના ગર્ભ ગૃહમાં પ્રવેશ દ્વાર ઉપર આ ચાંદીના દરવાજા વૈદિક મંત્રોચ્ચાર બાદ મુખ્ય દ્વાર પર સ્થાપિત કરાયાં છે. આ દરવાજાની કિંમત લગભગ 80 લાખ આંકવામાં આવી રહી છે. વિંધ્યવાસની મંદિરમાં અર્પણ કરાયેલો દરવાજો સવા […]

UPમાં લાઉડસ્પીકર વિવાદના પડઘા પડ્યાઃ 125 ધાર્મિક સ્થળ ઉપર હટાવાયાં અને 17000 સ્થળ પર અવાજ ઓછો કરાયો

લખનૌઃ મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો ઉપર જોર વાગતા લાઉડસ્પીકર મામલે વિવાદ ઉભો થયો હતો અને ધીમે ધીમે તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં સીએમ સરકારે લાઉડસ્પીકરને લઈને મહત્વના કેટલાક આદેશ કર્યાં છે અને ધાર્મિક પરિસરની બહાર લાઉડસ્પીકરનો અવાજ ના જાય તેની તકેદારી રાખવા ધાર્મિક આગેવાનો અને વહીવટી તંત્રને આદેશ કર્યાં છે. બીજી તરફ પોલીસ […]

ઉત્તરપ્રદેશઃ ચાર શહેરમાં હેલિકોપ્ટર સેવાનો કરાશે પ્રારંભ, હેલીપોર્ટ ઉભા કરાશે

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ, આગ્રા, મથુરા અને પ્રયાગરાજમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર આ શહેરોમાં હેલિકોપ્ટર સેવા શરૂ કરશે. હેલિકોપ્ટર સેવાના સંચાલન માટે આ શહેરોમાં હેલીપોર્ટ વિકસાવવામાં આવશે. શાસ્ત્રી ભવનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં પ્રવાસન વિભાગના આ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટની બેઠક બાદ પ્રવાસન મંત્રી જયવીર સિંહે જણાવ્યું […]

ઉત્તરપ્રદેશઃ પ્રયાગરાજમાં એક મકાનમાંથી દંપતિ અને 3 સંતાનોની લાશ મળી, રહસ્ય અકબંધ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ગંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ સભ્યોની ઘરમાંથી લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. મહિલા અને 3 સંતાનોની ગળા કાપેલી હાલતમાં મૃતદેહ મળ્યાં હતા. જ્યારે ઘરના મોભીનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ કાયદેસરની […]

ગાઝિયાબાદની ગૌશાળામાં લાગેલી આગની ઘટનામાં 38 ગાયોના થયા મોત

ગાઝિયાબાદની ગૌશાળામાં આગ લાગવાની ઘટના  38 ગાયોનો થયા મોતના સમાચાર રવિરા-સોમવારની મધ્યરાત્રીએ બની હતી ઘટના ગાઝિયાબાદઃ દેશના રાજ્ય ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક કચરાના ઢગલા સ્થળે આગ ફાટી નીકળી હતી,આ આગની ઘટના ગૌ શાળા પાસે બની હતી, આગ જ્યા લાગી હતી ત્યા ગૌશાળામાં ઘણી ગાયોને રાખવામાં આવી હતી.આગમાં 38 ગાયો બળી જવાથી મોતને ઘાટ ઉતરી […]

આસારામની મુશ્કેલી વધીઃ ઉત્તરપ્રદેશના આશ્રમમાં એક કારમાંથી બાળકીની લાશ મળી

લખનૌઃ બળાત્કાર કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામની મુશ્કેલીમાં વધારો થયો છે. ઉત્તરપ્રદેશમાં આસારામ આશ્રમમાંથી એક બાળકીની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. ચારેક દિવસ પહેલા ગુમ થયેલી બાળકીની લાશ આશ્રમમાં પડેલી કારમાંથી મળી આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ અને સુરત સહિત દેશના અનેક રાજ્યોમાં આશ્રમ ધરાવતા આસરામ અને તેમનો પુત્ર નારાયણ સાંઈ બળાત્કાર […]

ઉત્તરપ્રદેશઃ શોટ સરકીટથી આગ લાગતા 40 વીઘા જમીનમાં ઘઉંનો પાક બળીને રાખ

લખનૌઃ ઉત્તર પ્રદેશના સિકંદરપુર ગામના બારોઝી અને સિવાનમાં ઈલેક્ટ્રીક વાયરમાં શોર્ટ સર્કિટના કારણે ઉભેલા ઘઉંના પાકમાં આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં આગે જ વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. લગભગ 40 વીઘામાં ઘઉંના પાકમાં આગ લાગતા ખેડૂતો ચિંતામાં મુકાયાં હતા. આજુબાજુના ગ્રામજનો અને ખેડૂતોએ ફાયરની ટીમ સાથે લગભગ બે કલાકની જહેમત બાદ કોઈક રીતે આગને […]

ઉત્તરપ્રદેશઃ બોર્ડની પરીક્ષાનું પેપર લીક કેસમાં 10 આરોપીઓની ધરપકડ

લખનૌઃ યુપી બોર્ડની ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં અંગ્રેજીનું પેપર લીક થવાના મામલામાં STFની કાર્યવાહી ચાલી રહી છે. પેપર લીક કેસમાં પોલીસે ભીમપુરા કોલેજના પ્રિન્સિપાલ આનંદ ચૌહાણ ઉર્ફે મુલાયમ સહિત 10 લોકોની ધરપકડ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર મુલાયમ પર ટેમ્પર પ્રૂફ પેકિંગ ખોલીને પેપર બહાર કાઢવાનો આરોપ છે. બીજી તરફ ભીમપુરા કોલેજના પ્રિન્સિપાલ આનંદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code