1. Home
  2. Tag "uttar pradesh"

ઉત્તરપ્રદેશમાં દુકાનોની બહાર નેમપ્લેટ મામલે યોગી સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ના મળી રાહત

નવી દિલ્હીઃ કાવડ યાત્રાના રૂટ પર દુકાનોની બહાર નેમપ્લેટ લગાવવાના મામલે ઉત્તર પ્રદેશ સરકારને ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. દેશની સર્વોચ્ચ અદાલતમાં યુપી સરકારના નિર્ણય વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, કોર્ટે નેમપ્લેટ લગાવવા માટે યુપી સરકારના નિર્દેશો પર રોક લગાવવાના નિર્ણયને યથાવત રાખ્યો અને કહ્યું કે […]

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડને નેમપ્લેટ મામલે સુપ્રીમ કોર્ટમાં લપડાક, આદેશ ઉપર સ્ટે ફરમાવ્યો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારને સોમવારે (22 જુલાઈ) સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે બંને રાજ્યોની સરકારો દ્વારા કાવડ યાત્રાના રૂટ પર આવેલી દુકાનોના માલિકોને નેમપ્લેટ લગાવવા માટે આપવામાં આવેલી સૂચનાઓ પર વચગાળાનો સ્ટે ફરમાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારના નિર્દેશો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર ઉત્તર […]

ઉત્તરપ્રદેશમાં હલાલ સર્ટીફિકેશન સાથેની પ્રોડક્ટ વેચનાર સામે કરાશે કાર્યવાહી, યોગી સરકારના આદેશ

નવી દિલ્હીઃ CM યોગી આદિત્યનાથની સરકાર ઉત્તર પ્રદેશમાં હલાલ સર્ટિફિકેશનવાળા ઉત્પાદનોને લઈને કડક બની છે, CM યોગીએ હલાલ સર્ટિફિકેશન સાથેના ઉત્પાદનોને લઈને એક મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત આવા ઉત્પાદનો વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ સાથે સમગ્ર યુપીમાં કંવર યાત્રાના રૂટ પરના તમામ દુકાનદારોને તેમની ઓળખ લખવા માટે સૂચના […]

ઉત્તરપ્રદેશ: BJPના નારાજ મનાતા ધારાસભ્યોને અખિલેશે આપેલી ઓફર બાદ રાજકીય ગરમાવો

લખનઉઃ ઉત્તરપ્રદેશની ભાજપા સરકારના ધારાસભ્યોમાં હાલ અંદરખાને આંતરીક નારાજગી પ્રવર્તી રહી હોવાની ચર્ચાઓ તેજ બની છે. દરમિયાન અખિલેશ યાદવે આવા ધારાસભ્યોને લઈને ચોંકાવનારી ઓફર કરી છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું છે કે, “મોનસૂન એક ઓફર છે – 100 લાવો અને સરકાર બનાવો.” અખિલેશ યાદવની આ ટ્વીટ બાદ ઉત્તરપ્રદેશના […]

ઉત્તરપ્રદેશમાં ડિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતર્યા, ચારના મોત

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ફરી એકવાર રેલ દૂર્ઘટનાની ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના ગોંડામાં ડિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેનના 10થી વધારે ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા. જેના પરિણામે પ્રવાસીઓમાં ભય ફેલાયો હતો. આ બનાવની જાણ થતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયા હતા. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. […]

ઉત્તરપ્રદેશઃ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જનજીવનને અસર, 800 ગામમાં પુરની સ્થિતિ

લખનૌઃ નેપાળમાંથી ભારે વરસાદ અને પાણી છોડાયા બાદ હવે યુપીના ઘણા શહેરોમાં પૂરની અસર ગંભીર બની રહી છે. બહરાઈચ, શ્રાવસ્તી, ગોંડા, બલરામપુર, અયોધ્યા, આંબેડકર નગર, બારાબંકી, સીતાપુરના લગભગ 250 ગામો પૂરની ઝપેટમાં આવ્યાં છે. લખીમપુર ખેરીના 150, શાહજહાંપુરના 30, બદાઉનના 70, બરેલીના 70 અને પીલીભીતના 222 ગામોની મોટી વસ્તી પૂરના પાણીથી ઘેરાયેલી છે. પૂર્વાંચલના બલિયામાં […]

મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે આજે મધ્ય પ્રદેશ, છત્તીસગઠ, પંજાબ, પૂર્વ તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા અને જમ્મુ તથા હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ ઓડિશા અને કર્ણાટકના કાંઠા વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ હવામાન વિભાગે કોંકણ અને ગોવામાં પણ ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો […]

ઉત્તર પ્રદેશના 32 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

લખનૌઃ હવામાન વિભાગે દેશના ઘણા ભાગમાં વરસાદ માટેની ચેતવણી આપી છે. ઉ.પ્ર ના 32 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે. ઓડિશા તથા રાજસ્થાનમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તેમજ દક્ષિણ ભાગમાં કર્ણાટકના કાંઠા વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે. તો અરૂણાચલ, અસમ, અને મેઘાલયમાં પણ 8 જુલાઇ થી 10 જુલાઇ દરમિયાન ભારેથી અતિભારે વરસાદનું […]

ઉત્તર પ્રદેશઃ હાથરસમાં થયેલી દુર્ઘટનાનો મુખ્ય આરોપી પોલીસના સકંજામાં

ઉત્તર પ્રદેશ પોલીસે હાથરસમાં સત્સંગમાં થયેલી નાસભાગના મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરની ધરપકડ કરી છે. નાસભાગમાં 121 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં મોટાભાગની મહિલાઓ હતી. પોલીસે FIRમાં મુખ્ય સેવાદાર મધુકરને મુખ્ય આરોપી બનાવ્યા છે. અગાઉ મધુકર વિશે માહિતી આપનારને 1 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 2.50 લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી […]

ઉત્તરપ્રદેશઃ હાથરસમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગ, 50ના મોતની આશંકા

લખનૌઃ ઉત્તરપ્રદેશના હાથરસમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગ મચી જતા મહિલાઓ અને બાળકો સહિત 50 વ્યક્તિના મોત થયાનું આશંકા વ્યક્ત થઈ રહી છે. સમગ્ર ઘટનાને પગલે વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે, તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ દૂર્ઘટનાને પગલે રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. સમગ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code