1. Home
  2. Tag "vadodara"

વડોદરામાં કાલે સોમવારે વડાપ્રધાન મોદીનું આગમન, શહેરને નવોઢાની જેમ શણગારાયુ

PM મોદી અને સ્પેનના PM પેન્ડ્રો સાન્ચેજના આગમનથી વહિવટી તંત્ર સજ્જ, લક્ષ્મી વિલાસ પેલેસથી ટાટા એરક્રાફ્ટ યુનિટ સ્થળ સુધી રોડ પર રંગબેરંગી રોશની, લોકો માટે વિવિધ સ્થળોએ સેલ્ફી પોઇન્ટ પણ બનાવાયા વડોદરાઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનનાં વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ આવતી કાલે વડોદરાની મુલાકાતે આવી રહ્યા હોવાથી બન્ને મહાનુભાવોના સ્વાગત માટે ધૂમ તૈયારીઓ ચાલી […]

વડોદરાની M S યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને હવે દિવાળી બાદ માર્કશીટ મળશે

યુનિનો પરીક્ષા વિભાગ કૂલપતિના આદેશને પણ માનતા નથી, હજારો વિદ્યાર્થીઓ માર્કશીટથી વંચિત, રજુઆત બાદ યુનિએ માર્કશીટ પ્રિન્ટ કરાવવાનું નક્કી કર્યુ વડોદરાઃ શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓને મે-જૂનમાં લેવાયેલી પરીક્ષાની માર્કશીટ માટે  દિવાળી વેકેશન બાદ મળશે તેમ લાગી રહ્યું છે. યુનિવર્સિટીના કૂલપતિએ વિદ્યાર્થીઓને વહેલી તકે માર્કશીટ મળે તે માટે પરીક્ષા વિભાગને સુચના આપી દીધી છે. પણ કેટલીક […]

વડોદરામાં ફટાકડાના સ્ટોલ તૈયાર થયા પણ તંત્રની હજુ મંજુરી મળી નથી

વેપારીઓ એનઓસી માટે રોજ ધક્કા ખાય છે, કોઈ જવાબ આપતું નથી, વડાપ્રધાનના કાર્યક્રમને લીધે સમગ્ર તંત્ર વ્યસ્ત બન્યુ. ફટાકડાના વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડશે વડોદરાઃ રાજકોટના અગ્નિકાંડ બાદ હવે તમામ વિભાગો કોઈપણ મંજુરી આપતા પહેલા છાશ પણ ફુંકીને પીએ છે. ઘણીવાર તંત્રના જડ વલણને લીધે વેપારીઓ પરેશાન થાય છે. વડોદરા શહેરમાં પોલો ગ્રાઉન્ડ […]

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરગ્રસ્ત લોકોને હજુ સહાય મળી નથી

સવા મહિનો થયો છતાંયે હજુ નુકસાનીની સહાય ન મળતા લોકોમાં વિરોધ, શહેરના અનેક વિસ્તારોમાં નુકસાની અંગે સર્વે પણ કરાયો નથી, નટરાજ ટાઉનશીપના લોકોએ કર્યા દેખાવો વડોદરાઃ  શહેરમાં સવા મહિના પહેલા પડેલા ભારે વરસાદથી વિશ્વામિત્રી નદીના આવેલા પૂરને લીધે નદી કાંઠા વિસ્તારની સોસાયટીઓમાં ભારે નુકસાન થયું હતું. તત્કાલીન સમયે સરકારે અસરગ્રસ્તોને સહાય આપવાનું આશ્વાસન આપ્યું છે. […]

વડોદરાઃ બુલેટ ટ્રેન રૂટ પર 60 મીટર લાંબા સ્ટીલ બ્રિજનું નિર્માણ થયું

અમદાવાદઃ દેશની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે કામગીરી હાલ પૂરજોશથી ચાલી રહી છે. દરમિયાન નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે વધુ એક સ્ટીલ પુલનું સફળતાપૂર્વક લોકાર્પણ કર્યું છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં પશ્ચિમ રેલવે, વડોદરાની બાજવા- છાયાપુરી તાર લાઇન પર 60 મીટર લંબાઈના સ્ટીલના પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 12.5 મીટર ઉંચો અને […]

વડોદરામાં 4 બિલ્ડર ગૃપ અને તેના પાર્ટનર સહિત 20 સ્થળોએ આઈટીનું સર્ચ

વડોદરામાં આઈટીના દરોડામાં 150 અધિકારીઓ જોડાયા, કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો મળવાની શક્યતા, વડોદરાની બિલ્ડર લોબીમાં ફફડાટ વડોદરાઃ શહેરના 4 જેટલા બિલ્ડરો અને તેના ભાગીદારો સહિત 20 સ્થળોએ ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ સાગમટે દરોડા પાડતા બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો હતો. શહેરના રત્નમ ગ્રુપ સહિત ચાર જેટલા બિલ્ડર ગ્રુપને ત્યાં આઈટી અધિકારીઓ દ્વારા સર્ચ કરવામાં આવ્યું […]

વડોદરાના કમાટી બાગ ઝૂમાં નાગપુરથી વાઘ-વાઘણ લવાયા

એનિમલ એક્સચેન્જ પોગ્રામ અંતર્ગત 13 પક્ષીઓ આપીને વાઘ-વાઘણ લવાયા, વાઘ-વાઘણને હાલ ક્વોરન્ટાઈનમાં રખાશે, વાઘ-વાઘણના નામકરણ કરાશે વડોદરાઃ શહેરના કમાટી બાગના પ્રાણી સંગ્રહાલયમાં વાઘ અને વાઘણ કાયમી મહેમાન બન્યા છે. મહારાષ્ટ્રના નાગપુરથી એનિમલ એક્સચેન્જ પોગ્રામ અંતર્ગત વાઘ-વાઘણને વડોદરા ઝૂમાં લાવવામાં આવ્યા છે. બંનેની ઉંમર 4-5 વર્ષ છે અને હાલ ક્વોરન્ટાઇનમાં રખાયાં છે. કેન્દ્ર સરકારના એનિમલ એક્સચેન્જ […]

વડોદરામાં 10 ફુટનો મહાકાય મગર અને 5 ફુટના અજગરનું રેસ્ક્યુ કરાયુ

વડોદરાના સનફાર્મા રોડ પર મગર જોતા જ પોલીસે વન વિભાગને જાણ કરી, વડોદરામાં ડભોઈ રોડ પર 5 ફુટના અજગરનું પણ રેસ્ક્યુ કરાયુ, વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુની ટીમે મગર અને અજગરને પકડીને ફોરેસ્ટ વિભાગને સોંપ્યા વડોદરાઃ શહેરમાં હવે તો રોડ-રસ્તાઓ પર પણ મગરો જોવા મળતા હોય છે, વિશ્વામિત્રી નદીને કારણે શહેર મગરોનું ઘર બની રહ્યું છે ત્યારે […]

વડોદરામાં વાઘબારસના દિને PM નરેન્દ્ર મોદી લક્ષ્મી વિલાસ પેલેસમાં લેશે શાહી ભોજન

તાતાના ઍરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બલી લાઈનનું પીએમ ઉદ્ઘાટન કરશે, ભારત-સ્પેન વચ્ચે મહત્ત્વના કરાર થશે, વડાપ્રધાનના આગમનને લઈ ચાલતી તડામાર તૈયારીઓ વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી પર્વની પ્રારંભે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વાઘબારસે એટલે કે,  28 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી વડોદરામાં તાતા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બલી લાઈનના ઉદ્ઘાટન સમારંભમાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે […]

વડોદરામાં વિશ્વામિત્રીના બ્રિજ પાસે મગરે કર્યો મહિલાનો શિકાર

બ્રિજ પાસે મહાકાય મગરે મહિલાને મોઢામાં લેતા જોતા જ લોકોના ટોળાં જામ્યા, બનાવની જાણ થતા ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી આવ્યો ફાયરબ્રિગેડે મગરોને ભગાડીને મૃતદેહ કબજે કર્યો વડોદરાઃ શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોનો મોટાપાયે વસવાટ છે. તાજેતરમાં શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી કેટલાક વિસ્તારોમાં ફરી વળતા પાણી સાથે મગરો પણ તણાઈને આવ્યા હતા. નદીકાંઠા વિસ્તારમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code