1. Home
  2. Tag "vadodara"

વડોદરાના ગરબામાં NRI બાળકી સાથે સિક્યુરિટીએ ઝપાઝપી કરતા US એમ્બેસીને ફરીયાદ

NRI પરિવાર લક્ષ્મી વિલાસ પેલેસમાં ગરબે રમવા ગયું હતું. 8 વર્ષની બાળકીને હાથે પકડીને સિક્યુરિટી ગાર્ડે બહાર કાઢી, પોલીસે પણ ગરબા આયોજકની તરફેણ કરી વડોદરાઃ શહેરમાં નવરાત્રીનું પર્વ ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ઊજવાઈ રહ્યું છે, શહેરની દરેક સોસાયટીઓ, મહોલ્લાઓ અને શેરીઓ તેમજ પાર્ટી પ્લોટ્સમાં મોડી રાત સુધી ગરબાની રમઝટ જોવા મળી રહી છે. જેમાં […]

વડોદરામાં ગેન્ગરેપના બે આરોપીના તાંદલજામાં આવેલા મકાનો પર બુલડોઝર ફરશે

VMCએ આરોપીના મકાનો ગેરકાયદે હોવાથી ફટકારી નેટિસ, બન્ને આરોપીના મકાનો બંધ હોવાથી મકાન પર નોટિસ ચીપકાવાઈ, 3 દિવસ બાદ મકાનો તોડી પડાશે વડોદરાઃ શહેરમાં ભાયલીના ગેન્ગરેપની ઘટનામાં પોલીસે ભારે જહેમત ઉઠાવીને 5 શખસોને દબોચી લીધા છે. તમામ આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે. આરોપીઓને કડકમાં કડક સજા થાય તેમાટે પોલીસ પુરાવા એકઠા કરીને કેસને મજબુત કરી […]

રોડ ન બનાવાતા ભાજપ-કોંગ્રેસના નેતાઓના પ્રવેશ પ્રતિબંધના બેનર્સ લાગ્યા

વડોદરાના નવાયાર્ડના લાલપુર ગામના લોકોએ લગાવ્યા બેનર્સ, ગ્રામજનોએ અગાઉ અનેક રજુઆતો કરી છતાંયે રોડ ન બનાવાયો, ગામમાં ડ્રેનેજ સમસ્યાનો પ્રશ્ન પણ હલ થયો નથી વડોદરાઃ રોડ-રસ્તા સહિતના પ્રશ્નો માટે લોકો હવે જાગૃત થઈ રહ્યા છે. અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર જ પ્રેશર ઊભુ કરીને પોતાના પ્રશ્નોને વાચા આપતા હોય છે. શહેરના લાલપુરામાં રોડ પર પેચવર્ક કરવાની […]

વડોદરાના આજવા સરોવરના 62 દરવાજા ખોલાતા વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો

વિશ્વામિત્રી નદીની જળ સપાટી 18 ફુટે પહોંચવાની શક્યતા, આજવા સરોવરની સપાટી 49 ફૂટે પહોંચતા પાણી છોડવાનો નિર્ણય લેવાયો, દરવાજા માત્ર અડધો ફુટ ખોલાયા  વડોદરાઃ  શહેરમાં બે દિવસ પહેલા કડાકા ભડાકા સાથે માત્ર ચાર કલાકમાં પડેલા પાંચ ઇંચ જેવા વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી 24.75 ફૂટે સ્થિર થયા બાદ ઘટીને સવારે 15 ફૂટ થતા શહેરીજનોએ રાહત […]

વડોદરામાં ડેવલપમેન્ટ કરાર પર સ્ટેમ્પ ડ્યુટી 4.90 ટકા કરાતા મિલ્કતોના દસ્તાવેજો સ્થગિત

 2014 થી 2024 સુધી ડેવલપમેન્ટ કરાર પર 3.50% સ્ટેમ્પ ડ્યૂટી વસૂલાતી હતી, ફ્લેટના વેચાણ દસ્તાવેજ ન થવાથી પઝેશન આપવામાં વિલંબ, શહેરીજનોના 4 કરોડની મિલકતોના દસ્તાવેજો સ્થગિત થયાં વડોદરાઃ શહેરમાં મિલકતોના ખરીદ-વેચાણમાં ડેવલપમેન્ટ કરાર પર વસુલાતી સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો કરાયો છે. વર્ષ 2014 થી 7 માર્ચ 2024 સુધી ડેવલપમેન્ટ કરાર ઉપર વસુલ કરાતી 3.50 ટકા સ્ટેમ્પ […]

વડોદરામાં યુનાઈટેડ વેના ગરબાના મેદાનમાં ભરાયેલા પાણી ઉલેચાશે

વાતાવરણમાં ઉઘાડ નીકળતાં ગરબા આયોજકોને રાહત,  મેદાનમાંથી પંપ દ્વારા પાણી ખેંચવાનો પ્રારંભ, અલકાપુરી, ગોત્રી, સમા સહિતના વિસ્તારમાં ફરી પડ્યા ઝાપટાં   વડોદરાઃ શહેરમાં એક સપ્તાહથી ભારે વરસાદને કારણે તમામ ગરબાનાં મેદાનો તળાવમાં ફેરવાઈ જતા ગરબા રસિકો નારાજ થયા હતા. જોકે ગઈકાલે સોમવાથી વાતાવરણમાં ઉઘાડ નીકળતા લોકોને રાહત થઈ હતી. અને આજે મંગળવારથી ગરબાના મેદાનો પરથી […]

વડોદરામાં વિશ્વામિત્રી નદી ફરી ભયજનક સપાટીએ પહોંચી

નદીકાંઠાની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા, પરશુરામ ભઠ્ઠા પાસે આવેલું ગરનાળું પણ પાણીમાં ગરકાવ, લાલબાગ બ્રિજ નીચે મગરની લટારનો વીડિયો વાઇરલ વડોદરાઃ શહેરમાં ફરીવાર વિશ્વામિત્રીના પૂરએ આફત સર્જી છે. ચોમાસાના બે મહિનામાં ત્રીજીવાર પૂરનું સંકટ મંડરાયું છે. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ જ દૂર છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 25 ફૂટે પહોંચી […]

વડોદરામાં વિશ્વામિત્રી નદી કાંઠા પરના દબાણો હટાવવાનો પ્રારંભ

એક મોલના ગેરકાયદે કલબ હાઉસને તોડવાનો પ્રારંભ, મ્યુનિ.ના અધિકારીઓ પાલીસ બંદોબસ્ત સાથે 6 જેસીબી લઈને પહોંચ્યા, નદી પરના અન્ય દબાણો પણ હટાવાશે વડોદરાઃ શહેરમાં તાજેતરમાં વિશ્વામિત્રી નદીના પૂરને લીધે ભારે તબાહી મચી હતી. પૂરના પાણી ઉતર્યા બાદ શહેરીજનોએ પૂરની સ્થિતિ માટે નદી કાંઠા વિસ્તરોના દબાણોને કારણભૂત ગણાવ્યા હતા. અને સાથે જ મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી સામે […]

વડોદરામાં વરસાદ સાથે વાવાઝોડું ફુંકાતા વીજપોલ, હોર્ડિંગ, વૃક્ષો ધરાશાયી, 4નાં મોત

વડોદરામાં 110 કિમીની ઝડપે પવન ફુંકાયો માત્ર બેથી-ત્રણ કલાકમાં 3 ઈંચ વરસાદ પડ્યો, વૃક્ષો પડતા 29 વાહનો દબાયા વડોદરાઃ શહેરમાં ગઈકાલે સમીસાંજ બાદ 110 કિમીની ઝડપે વાવાઝોડા સાથે વરસાદ પડતા અનેક વૃક્ષો, ત્રણ સ્થળોએ વીજળીના પોલ અને હોર્ડિંગ તેમજ અનેક માકાનોના છપરા ઊડી ગયા હતા. અણધારી આલેવી આફતથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદને કારણે શહેરના […]

વડોદરામાં સરકારી ગોદામમાંથી ધનેડા, જીવાંતો નીકળતા આજુબાજુના રહિશો પરેશાન

સરકારી ગોદામોના આજુબાજુના રહીશો ત્રસ્ત બન્યા, સરકારી અધિકારી કહે છે, ન ફાવે તો મકાનો ખાલી કરીને જતા રહો, રહિશોએ એકઠા થઈને હલ્લાબોલ કર્યો વડોદરાઃ સરકાર દ્વારા પુરવઠા વિભાગના ગોદામમાં અનાજનો જથ્થો સંગ્રહ કરવામાં આવતો હોય છે. અને અનાજના ગોદામમાંથી રેશનિંગના દુકાનદારો અને મધ્યાહ્ન ભોજન યોજના માટે અનાજનું વિતરણ કરવામાં આવતું હોય છે. ગોદામમાં સંગ્રહ કરાયેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code