1. Home
  2. Tag "vadodara"

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં 500 માર્કશીટ પલળી ગઈ

વરસાદમાં માર્કશીટ પલળી જતાં પંખા મુકીને સુકવવામાં આવી, 3 વર્ષથી વિદ્યાર્થીઓ માર્કશીટ લેવા ન આવતા તિજોરીમાં સાચવીને રખાઈ હતી, જુની સપ્લીમેન્ટરીનો જથ્થો પણ પલળી ગયો વડોદરાઃ શહેરમાં તાજેતરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા શહેરીજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. ભારે વરસાદને લીધે એસ એસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના બિલ્ડિંગમાં પાણી પડતા 500 જેટલી […]

વડોદરાઃ પૂરના પાણીથી ભીંજાયેલી ધર-વખરી લોકોએ રોડ ફેંકી

પાણી ઉતર્યા બાદ પણ તંત્રની મદદ ન મળતા લોકોમાં આક્રોશ, જાહેર રોડ પર લોકોએ કચરો ફેંકતા ટ્રાફિક જામ થયો, વડોદરાઃ શહેરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના પૂરને લીધે શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કેટલાક વિસ્તારામાં તો લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં ઘર-વખરીને ભારે નુકશાન થયું હતું. પાણી ઉતર્યા બાદ પણ તંત્રની કોઈ મદદ મળી […]

વડોદરામાં પાણી ઉતરતા જ મગરો રોડ પર આવ્યા, ઘરમાં ઘૂંસેલા 10 ફુટના મગરનું રેસ્ક્યુ કરાયું

વડોદરાના કામનાથ નગરમાં એક મકાનમાં મગર આવી ચડ્યો, વન વિભાગે 3 કલાકની જહેમત બાદ મગરને પાંજરે પૂર્યો, વિશ્વામિત્રી નદીમાં 441 મગરોનો વસવાટ વડોદરાઃ શહેરમાં પૂરની વિકટ સ્થિતિ બાદ હવે વિશ્વામિત્રી નદીના પાણી ઓસરવા માંડ્યા છે, રોડ રસ્તાઓ પરથી પાણી ઉતરતા જ હવે મસમોટા મગરો રોડ પર ટહેલવા નીકળ્યા હોય તેમ આંટાફેરા મારી રહ્યા છે. ત્યારે […]

વડોદરામાં વરસાદી પાણી ઉતરવાનું નામ લેતા નથી, રોડ પર મગરો દેખાતા લોકો ભયભીત

માંજલપુરમાં વનલીલા સોસાયટીમાં અનેક કારો અડધી ડૂંબી ગઈ, સમા વિસ્તારમાં બુલડોઝર પર બેસાડીને લોકોનું રેસ્ક્યુ કરાયું, સલામતી માટે વીજ પુરવઠો બંધ કરાતા લોકો અકળાયા વડોદરાઃ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદને લીધે અનેક વિસ્તારોની હાલત કફોડી બની છે. જેમાં વડાદરા શહેરમાં વરસાદને લીધે ભરાયેલી પાણી હજુ ઉતરવાનું નામ લેતા નથી. આજવા સરોવરમાંથી […]

વડોદરામાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ, વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી

વડોદરામાં ફરી પૂર સંકટ સર્જાયું, શહેરના રેલવે સ્ટેશન, એસટી ડેપો, કડક બજાર, સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, આજવા સરોવરના પાણી આસાપાસના ગામોમાં ફરી વળ્યા વડોદરાઃ શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીમાં વડોદરા […]

વડોદરામાં વિશ્વામિત્રીની સપાટી 19.16 ફુટે પહોંચી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ, આજે અતિભારે વરસાદની આગાહી, અધિકારીઓને હેડ ક્વાટર્સ ન છોડવા તાકીદ વડોદરાઃ શહેરમાં ગત 24 જુલાઈએ 14 ઈંચ વરસાદ પડ્યા બાદ ફરીવાર મેધરાજાએ મંડાણ કર્યા છે. શહેરમાં ગઈકાલે દોઢ ઈંચ વરસાદ પડ્યા બાદ આજે બપોર સુધીમાં 4 ઈંચથી વધુ વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના […]

વડોદરા શહેરમાં ઘટાટોપ વાદળો અને ગાઢ ધૂમ્મસને લીધે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો

શહેર અને જિલ્લામાં સમયાંતરે પડતા વરસાદના છૂટા-છવાયા ઝાપટાં, સવારે વિઝિબિલીટી ઘટતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા, બપોરના ટાણે બફારો અનુભવાયો વડોદરાઃ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી વાતાવરણ સર્જાયું છે. આજે પણ જિલ્લાના સિનોર, સાવલી સહિતના વિસ્તારોમાં વરસાદના ભારે ઝપટાં પડ્યા હતા, વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. અને ગાઢ ધૂમ્મસને કારણે […]

રાજકોટના અગ્નિકાંડ બાદ બંધ કરાયેલી વડોદરાના કમાટી બાગની જોય ટ્રેન ક્યારે શરૂ કરાશે

મ્યુનિ,કોર્પોરેશનમાં રજુઆત છતાંયે નિર્ણય લેવાતો નથી. જોય ટ્રેન બંધ હોવાથી બાળકો બન્યા નિરાશ, ટ્રેનમાં સેફટી અને ફિટનેસના સર્ટી હોવા છતાં જોય ટ્રેન બંધ વડોદરાઃ શહેરમાં કમાટી બાગમાં બાળકો માટે જોય ટ્રેનને રાજકોટના અગ્નિકાંડ બાદ સલામતીના કારણોસર બંધ કરી દેવામાં આવી હતી. જે મહિનાઓ બાદ પણ જોય ટ્રેનને શરૂ કરવામાં ન આવતા કમાટી બાદની મુલાકાતે આવતા […]

વડોદરામાં કિશનવાડી ચાર રસ્તા પર વાહનોનાં આડેધડ પાર્કિંગને લીધે ટ્રાફિકની સમસ્યા

ચાર રસ્તા પર શાક માર્કેટ હોવાથી આડેધડ વાહનો પાર્ક કરવામાં આવે છે, ટ્રાફિક સિગ્નલ મુકાયા છતાં સ્થિતિ ઠેરના ઠેર, વડોદરાઃ શહેરના કિશનવાડી ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની રહી છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સિંગ્નલ મુકવા છતાંયે ટ્રાફિક જામની સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. કિશનવાડી ચાર રસ્તા નજીક શાક માર્કેટ […]

વડોદરામાં લૂંટ કરવા માટે આવેલી યુપીની ગેન્ગનો સાગરિત તમંચા સાથે પકડાયો

લૂંટારૂ ગેન્ગના સાગરિત પાસેથી તમંચો, માઉઝર, કારતૂસો મળ્યા, યુપીથી કાર લઈને 7 શખસો લૂંટ કરવા આવ્યા હતા, કોને ત્યાં ધાડ પાડવાના હતા તેની માહિતી પોલીસ મેળવશે વડોદરાઃ દેશના અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાત એક સમૃદ્ધ રાજ્યની ગણતરી થતી હોય છે. અને તેના લીધે પરપ્રાંતની લૂંટારૂ ટોળકીઓની નજર ગુજરાતના મહાનગરો પર રહેતી હોય છે. ત્યારે ઉત્તર પ્રદેશની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code