1. Home
  2. Tag "vadodara"

વડોદરાના ખટંબા ગામે ફેન્સિંગ તોડીને કાર 35 ફુટ ઊંડા તળાવમાં ખાબકી

કારમાં ચાર વિદેશી વિદ્યાર્થીઓ હોવાની શક્યતા, ક્રેન દ્વારા કારને તળાવમાંથી બહાર કાઢાઈ, પ્રવાસીઓનો પત્તો ન લાગ્યો વડોદરાઃ શહેર નજીક આવેલા ખટંબા ગામના 35 ફુટ ઊંડા તળાવમાં પૂરફાટ ઝડપે આવેલી અર્ટિંગા કાર ફેન્સિંગ તોડીને ખાબકતા પોલીસ અને ફાયર વિભાગની ટીમે ત્વરિત રેસ્ક્યુ કરીને કાર ઈંડા તળાવમાંથી બહાર કાઢી હતી, પણ કારમાં સવાર પ્રવાસીઓનો કોઈ પત્તો લાગ્યો […]

વડોદરામાં ટ્રકે અડફેટે લેતા એક્ટિવાચાલક વિદ્યાર્થિનીનું મોત, ટ્રકચાલકની ધરપકડ

વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં બન્યો બનાવ, એક્ટિવાચાલક વિદ્યાર્થિની 12માં ધોરણમાં ભણતી હતી, પોલીસે ટ્રકચાલકની કરી ધરપકડ વડોદરાઃ શહેરમાં રોજબરોજ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. પૂરફાટ ઝડપે દોડતા ભારે વાહનોને કારણે અકસ્માતો સર્જાતા હોય છે. ગઈકાલે જ એક ટ્રક ટ્રાફિકના સિગ્નલ સાથે અથડાતા સિંગનલનો પોલ તૂટી ગયો હતો. જ્યારે આજે શહેરના કારેલી બાગ વિસ્તારમાં આઈસર ટ્રકે […]

વડોદરામાં લકઝરી બસ ટ્રાફિકના સિગ્નલ સાથે અથડાતા પોલ તૂટી પડ્યો

ટ્રાફિક સિગ્નલના પોલને ભારે નુકસાન કારને બચાવવા જતાં બસ પોલ સાથે અથડાઈ, વહેલી સવારે ઘટના બનતા મોટી દુર્ઘટના ટળી વડોદરાઃ શહેરમાં રોજબરોજ રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના નટુભાઈ સર્કલ નજીક સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી લકઝરી બસના ચાલકે કારને બચાવવા જતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ટ્રાફિકના સિગ્નલના […]

વડોદરામાં કારેલી બાગ નજીકની સોસાયટીમાં 7 ફુટના મગરનું વન વિભાગે કર્યું રેસ્ક્યુ

વડોદરાઃ શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરો વધતા જાય છે. અને મગરો રોડ-રસ્તાઓ અને રહેણાંક વિસ્તારમાં પણ આટાંફેરા મારતા જોવા મળે છે. ત્યારે તાજેતરમાં શહેરના કારેલીબાગમાં આવેલી વર્ધમાન સોસાયટીમાં 7 ફૂટનો મગર આંટા મારતો જોવા મળતા રહીશોમાં ભય ફેલાયો હતો. જોકે વન વિભાગની ટીમને જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. વન […]

વડોદરામાં કલેકટર કચેરીના કરોડોના ખર્ચે બનેલા બિલ્ડિંગમાં પાણી ટપકતાં દસ્તાવેજો બચાવાયા

વડોદરાઃ ગુજરાતમાં નવા જ બનાવેલી ઓવરબ્રિજ અને રોડ-રસ્તાઓ પર વરસાદને લીધે ગાબડાં પડવાની ફરિયાદો ઊઠી રહી છે. ત્યારે જ વડોદરામાં જિલ્લા કલેકટર કચેરીના 21 કરોડના ખર્ચે નવા બનાવેલા બિલ્ડિંગમાં વરસાદ પડતાની સાથે જ પાણી ટપકવા લાગતા મહત્વના દસ્તાવેજો અને ફાઈલો પલળે નહીં તે માટે કચેરીના સ્ટાફે દોડધામ કરી હતી. વડોદરામાં ગઈકાલે સમી સાંજે પડેલા ધોધમાર […]

વડોદરામાં ST બસની બ્રેક ફેલ થયા બાદ બસચાલકે એક કિમી બસ દોડાવી 5 વાહનોને અડફેટે લીધા

વડોદરાઃ શહરના વુડા સર્કલ નજીક ગઈકાલે રાત્રે વડોદરાથી પાદરા જતી બસની બ્રેક ફેલ થઈ જતા ડ્રાઇવરે બસ રોકવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમ છતાં બસ એક પછી એક ચાર કાર સાથે અથડાઈ હતી.  એસટી બસના ચાલકને  અમિતનગર સર્કલથી ખબર હતી કે, બસની બ્રેક ફેલ થઈ ગઈ છે તેમ છતાં ડ્રાઈવર અમિતનગર સર્કલથી એક કિલોમીટર […]

વડોદરામાં એક મહિનામાં 20 મગરોનું રેસ્ક્યુ કરાયું, સેન્ટ્રલ જેલમાંથી મગર ઘૂંસતા ભાગદોડ મચી

વડોદરાઃ શહેરની વિશ્વામિત્રી નદી ઉપરાંત તળાવો અને જિલ્લાના જળાશયોમાં વર્ષોથી મગરોનો વસવાટ છે. જેમાં વિશ્વામિત્રી નદીમાંથી મગરો ઘણીવાર રોડ-રસ્તાઓ પર પણ આવી જતા હોય છે. છેલ્લા એક મહિનામાં વન વિભાગ દ્વારા રહેણાંક વિસ્તારોમાં આવી ગયેલા 20 જેટલાં મગરોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે મુક્ત કરી દેવામાં આવ્યા હતા. દરમિયાન શહેરની સેન્ટ્રલ જેલમાં પણ ત્રણ ફુટનો મગર […]

વડોદરા જિલ્લાના મેસરી નદી પરના કરોડોના ખર્ચે બનેલા બ્રિજ પર ઉદઘાટન પહેલા ગાબડાં પડ્યા

વડોદરાઃ ગુજરાતમાં નવા બનાવેલા બ્રિજ પર ગાબડાં પડવાની ઘટનાઓ વધતા ભાજપ સરકારની આબરૂનું ધોવાણ થઈ રહ્યું છે. ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પરથમપુરા ગામે મેસરી નદી પર કરોડોના ખર્ચે બનાવેલા બ્રિજમાં ઉદઘાટન પહેલા જ ગાબડાં પડતા અને બ્રિજના સ્ટ્રકચરમાં તિરાડો જોતા જ ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને વિજિલન્સની તપાસ માટે માગણી કરી […]

વડોદરામાં ત્રણ માળના જર્જરિત મકાનનો આગળનો ભાગ તૂટી પડ્યો, બે મહિલાનું રેસ્ક્યુ કરાયું

વડોદરાઃ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ પડ્યો હતો. થોડા વિરામ બાદ ફરી ગઈકાલથી ધીમીધારે વરસાદ ફરી શરૂ થયો હતો. ત્યારે શહેરના વાડી વિસ્તારમાં બપોરના સમયે ચોખંડી વાયડા પોળમાં અચાનક એક જર્જરિત ત્રણ માળના મકાનનો આગળનો ભાગ ધરાશાયી થયો હતો જેને લઇને અફરાતફરી મચી હતી. આ બનાવની જાણ થતાં ગાજરવાડી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે […]

વડોદરામાં CNG ગેસના સિલિન્ડરો લઈ જતી ટ્રકમાં ગેસ લિકેજ થતાં લોકોમાં ભાગદોડ મચી

વડોદરાઃ શહેરમાં આજે સવારના સમયે ગોત્રી વિસ્તારમાં સીએનજી ગેસના સિલિન્ડરોને લઈ જતી ટ્રકમાં ગેસ લિકેજ થતાં રોડ પરના અન્ય વાહનચાલકો અને રાહદારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. દરમિયાન આ બનાવની ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર જવાનોએ દોડી આવીને ગેસના વાલ્વને બંધ કરીને ગેસ ફેલાતો અટકાવ્યો હતો. જેને કારણે આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ બનાવની વિગત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code