રાજુલા અને જાફરાબાદ વિસ્તારના વાહનોને ફિટનેસ માટે 120 કિ.મી દુર અમરેલી સુધી જવુ પડશે
અમરેલીઃ ગુજરાતમાં વાહનોને ફિટનેસ માટે ખાનગી એજન્સીઓને જવાબદારી સોંપાતા જિલ્લા મથકોએ ફિટનેસ સેન્ટરો કાર્યરત બન્યા છે. ત્યારે અમરેલીમાં વાહનો માટે ફિટનેટ સેન્ટર હોવાથી જિલ્લાના રાજુલા. જાફરાબાદ અને ખાંભા વિસ્તારના વાહનચાલકોને 120 કિમીનું અંતર કાપીને અમરેલી આવવું પડે છે. એટલે રાજુલા કે જાફરાબાદમાં સ્થાનિક કક્ષાએ વાહનો માટેનું ફિટનેસ સેન્ટર શરૂ કરવામાં આવે તેવી માગ ઊઠી છે. […]