પાલિતાણામાં અખાત્રિજના દિને યાત્રિકો ઉમટી પડ્યાં, 1000થી વધુ ભાવિકોએ વર્ષીતપના પારણાં કર્યા
પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન ગણાતા પાલિતાણામાં અખાત્રીજના દિને મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉમટી પડ્યા હતા. અને રેકોર્ડબ્રેક 1030થી વધારે જૈન યાત્રિકોએ કર્યા વર્ષી તપના પારણા કર્યા હતા. ઋષભદેવને વૈશાખસુદ-3 ના દિવસે શ્રેયાંસકુમાર ઇક્ષુ રસથી પારણું કરાવે છે.આમ તીર્થંકર ભગવાનના પારણાનો દિવસ અખાત્રીજ હોય આ દિવસનું મહત્વ ખુબજ રહેલું છે અખાત્રીજ દિવસનુ જૈન ધર્મમાં અનોખું […]