મુખ્યમંત્રીએ વાત્સલ્ય વૃદ્ધાશ્રમના વડિલોને સ્નેહપૂર્વક ભોજન પીરસીને નવા વર્ષના આશીર્વાદ લીધા
અમદાવાદઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના સરળ, સહજ અને સાલસ વ્યક્તિત્વથી સૌના ભુપેન્દ્ર પટેલ બની રહ્યા છે, અને જન – જનને તેમની સંવેદનશીલતાનો અવારનવાર અનુભવ થતો રહે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમની આ સંવેદનશીલતા સાથે વડીલ વાત્સલ્ય વંદનાનું વધુ એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે વિક્રમ સંવત 2080ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે બપોરે ઇન્ડિયન રેડ […]