અમદાવાદમાં માલધારીઓની વેદના રેલી, પશુઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા આપવા માગ
અમદાવાદ : રાજ્યમાં ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોર પકડવાની તંત્ર દ્વારા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝૂંબેશને કારણે વર્ષોથી પોતાના માલ-ઢોર સાથે શહેરી વિસ્તારોમાં વસવાટ કરતા માલધારીઓ પણ પરેશાન બન્યા છે. માલધારી મહાપંચાયતની માગણી છે, કે, શહેરી વિસ્તારોમાં ગામડા ભેળવવાનું બંધ કરવું જોઈએ, માલધારી વસાહતો બનાવી વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ, માલધારીઓ ઉપર […]