વાયબ્રન્ટ સમિટમાં ફાર્મા ઉદ્યોગના રો-મટિરિયલ્સની ઉપલબ્ધિ માટે પણ MOU કરાશે
અમદાવાદઃ ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે હરણફાળ ભરી છે. અનેક લોકોને રોજગારી આપતા ફાર્મા ઉદ્યોગનો હજુ પણ વિકાસ થઈ શકે તેમ છે. તેથી આગામી વાઇબ્રન્ટ સમિટમાં આ ક્ષેત્રમાં થઇ રહેલી નવી ઇનોવેટીવ ટેક્નિકસ અને અન્ય ફાર્મા પ્રોડકટ્સનું રો મટિરિયલ રાજ્યમાં બનાવવામાં આવે તેવી આ આંતરરાષ્ટ્રીય ફોરમમાં 10,11,12 જાન્યુઆરી 2022ના દિવસોમાં ચર્ચા થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. […]