વિંછીયામાં સૌની યોજના સહિત 337 કરોડના વિકાસકામોનું મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ-ખાતમુહૂર્ત
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુકવારે રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે રૂ.337.06 કરોડના સૌની યોજનાની લિન્ક-4ના પેકેજ-9 સહિતના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિંછીયાના માર્કેટિંગ યાર્ડ પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં જંગી મેદનીને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, છેવાડાના લોકોને ધ્યાનમાં રાખીને, તેમના માટે યોજના બનાવીને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હરહંમેશ પ્રયત્નશીલ છે. […]