અમદાવાદમાં વરસાદી વાતાવરણને લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો
અમદાવાદઃ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી સતત વરસાદી વાતાવરણ અને ભેજવાળા હવામાનને લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે.શહેરમાં ઝાડા-ઊલટી અને ટાઇફોઇડના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 16 દિવસમાં ઝાડા-ઊલટીના 508 અને ટાઇફોઇડના 219 કેસો નોંધાયા હતા. જ્યારે કમળાના 93 કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 29 અને મેલેરિયાના 14 કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળો […]