રાજકોટમાં ટાઢાબોળ પવનને લીધે શરદી, ઉઘરસ સહિત વાયરલ બિમારીના કેસમાં થયો વધારો
રાજકોટઃ ગુજરાતમાં ઉત્તરાણ બાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં આંશિક વધારો થયો છે. જેમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ઠંડાબોળ પવનો ફુકાંઈ રહ્યા હોવાથી રાજકોટ શહેરમાં સીઝનલ રોગચાળો વકર્યો છે. ઘેર ઘેર શરદી- ઉધરસ અને વાયરલ બિમારીના કેસ જોવા મળી રહ્યા છે. મ્યુનિ.દ્વારા જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક આંકડાઓમાં શરદી-ઉધરસના 1239 સહિત વિવિધ રોગના 1668 કેસ નોંધાયા હતા. […]