1. Home
  2. Tag "viral news"

અમદાવાદ જિલ્લામાં શાળાઓમાં ડ્રોપઆઉટ થયેલા 7000 બાળકોને પુનઃ પ્રવેશ અપાયો

અમદાવાદ ગ્રામ્યની સ્કૂલોમાંથી 12000 બાળકો ડ્રોપઆઉટ થયા હતા, ભણતર અધવચ્ચે છોડનારા બાળકોને પુનઃ શિક્ષણ આપવાના પ્રયાસો હાથ ધરાયા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની સરાહનીય કામગીરી અમદાવાદઃ ગુજરાતમાં શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો સૌથી વધુ છે. ત્યારે રાજ્ય સરકારે પણ શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના પ્રયાસો શરૂ કર્યા છે. અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં ધોરણ 9થી 12માં 12000 વિદ્યાર્થીઓ અધૂરા ભણતરે અભ્યાસ […]

UGC NETની પરીક્ષાની જાહેરાત, 10મી ડિસેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ

નવી દિલ્હીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) સંબંધિત સત્તાવાર સૂચના બહાર પાડી છે. UGC NET માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10મી ડિસેમ્બર છે. તેની પરીક્ષા 1 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી 2025 વચ્ચે યોજાશે. અરજી ફોર્મ UGC NET ugcnet.nta.ac.in ની સત્તાવાર વેબસાઇટ પર ભરી શકાય છે. […]

ખ્યાતિ હોસ્પિટલકાંડના ચારેય આરોપી સામે લૂકઆઉટની નોટિસ

આરોપીઓના ઘર અને ઓફિસ પરથી પેનડ્રાઈવ, ડોક્યુમેન્ટ કબજે કરાયા, શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પુરાવા એકઠા કરવાના કામે લાગી, દેશના તમામ એરપોર્ટને જાણ કરાઈ અમદાવાદઃ શહેરમાં ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડધારકોને બિનજરૂરી ઓપરેશન કરવાના અને બે દર્દીઓના મોતના મામલે હોબાળો મચ્યા બાદ પોલીસે ત્રણ તબીબ સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાયાના આઠ દિવસ બાદ પણ ડો. પ્રશાંત […]

અફઘાનિસ્તાનમાં તાબિલાને બિન-ઈસ્લામિક પુસ્તકો ઉપર મુક્યો પ્રતિબંધ!

તાલિબાને 2021 માં સત્તામાં આવ્યા પછી અફઘાનિસ્તાનમાં બિન-ઇસ્લામિક અને સરકાર વિરોધી સાહિત્યને દૂર કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. માહિતી અને સંસ્કૃતિ મંત્રાલય હેઠળ રચાયેલા કમિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઇસ્લામિક કાયદા, શરિયા અનુસાર સાહિત્યને પ્રોત્સાહન આપવાનો અને અફઘાન મૂલ્યોની વિરુદ્ધ સામગ્રીને પ્રતિબંધિત કરવાનો છે. દરમિયાન 2021 થી ઓક્ટોબર 2023 સુધીમાં, તાલિબાને “ઇસ્લામિક અને અફઘાન મૂલ્યો” વિરુદ્ધ હોવાના […]

સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે 24 નવેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્ર પહેલા, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ સંસદના બંને ગૃહોમાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે. સર્વપક્ષીય બેઠક 24 નવેમ્બર, 2024ના રોજ સવારે 11 વાગ્યે મેઈન કમિટી રૂમ, સંસદ ભવન એનેક્સી, નવી દિલ્હીમાં યોજાશે. આ બેઠકની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરશે. સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બર, 2024ના રોજ શરૂ થશે અને […]

ઉત્તર ભારતમાં પડશે કડકડતી ઠંડી, દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા

નવેમ્બર મહિનામાં ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ઠંડીની અસર વધી રહી છે. વધતી ઠંડીની સાથે યુપી, બિહાર, રાજસ્થાન અને દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસ પણ દેખાવા લાગ્યું છે. ઠંડા પવનોને કારણે લોકોને ધાબળા અને સ્વેટર બહાર કાઢવાની ફરજ પડી છે. દિલ્હી-એનસીઆરમાં વધારે ઠંડી નથી, પરંતુ વાયુ પ્રદૂષણને કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આજે (20 નવેમ્બર) દિલ્હીમાં […]

આસામના કરીમગંજ જિલ્લો હવે ‘શ્રી ભૂમિ’ તરીકે ઓળખાશે, સીએમએ જાહેરાત કરી

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મંગળવારે કહ્યું કે રાજ્ય સરકારે કરીમગંજ જિલ્લાનું નામ બદલીને શ્રીભૂમિ કરી દીધું છે. તેમણે કહ્યું કે નવું નામ રવીન્દ્રનાથ ટાગોરે આપ્યું હતું. હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટર પર કહ્યું કે નવા નામનો અર્થ દેવી લક્ષ્મીની ભૂમિ છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, “100 વર્ષ પહેલાં, કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરે આસામના આધુનિક કરીમગંજ […]

સુરતમાં રસોઈ બનાવતી વખતે ગેસનો બાટલો ફાટ્યો, 7 દાઝ્યાં

અમદાવાદઃ કતારગામમાં મધરાત્રે ગોઝારી ઘટના બની હતી. ફૂલપાડા વિસ્તારમાં આવેલા ક્રિષ્ણા કોમ્પલેક્શના બીજા માળે 15 બાય 15ની રૂમમાં ગેસ લીકેજ બાદ બાટલો ફાટ્યો હતોઅને આ દુર્ઘટનામાં 7 યુવાનો દાઝી ગયા હતા. તમામને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફુલપાડા એ.કે. રોડ પર આવેલા ક્રિષ્ણા કોમ્પલેક્સના બીજા માળે 15 બાય 15ની રૂમમાં 10 […]

ભારત અને ચીન વચ્ચે માનસરોવર યાત્રા અને સીધી ફ્લાઈટ ફરી શરૂ થશે

ભારત અને ચીને લગભગ પાંચ વર્ષ બાદ સરહદ મુદ્દે તેમના વિશેષ પ્રતિનિધિઓની વહેલી તકે બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે. પૂર્વી લદ્દાખના બે સંઘર્ષ વિસ્તારોમાંથી તેમના સૈનિકોને હટાવ્યાના થોડા અઠવાડિયા પછી બંને દેશોએ આ નિર્ણય લીધો છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંગ યી વચ્ચે સોમવારે મોડી રાત્રે (18 નવેમ્બર 2024) રિયો ડી […]

‘હવે વકફે સિદ્ધિવિનાયક મંદિર પર પણ કર્યો દાવો’, પોસ્ટ થઈ રહી છે વાયરલ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વચ્ચે સિદ્ધિવિનાયક મંદિરને લઈને એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. વાયરલ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે વક્ફ બોર્ડે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પર દાવો કર્યો છે. આ સાથે અપીલ પણ કરવામાં આવી હતી કે ‘એક છે તો અમે સુરક્ષિત છીએ’. આ વાયરલ પોસ્ટ મહારાષ્ટ્રના અખબાર ‘સકલ મીડિયા’ના સંદર્ભમાં શેર કરવામાં આવી રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code